- ગાંધીધામ પાસે મીઠી રોહર માર્ગ પર સાંજના સમયે બનેલો બનાવ.
- દુઃખાવાથી કણસી ઉઠેલાં મુસાફરોને કારણે વ્યાપી ઉત્તેજના.
- છ જેટલાં શખ્સોને ઈજા પહોંચી.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ભુજ । ગાંધીધામના મીઠી રોહર ગામ પાસે મુસાફર ભરીને જતી છકડો રીક્ષાને કારે જોરદાર ટક્કર મારતાં મુસાફરો રસ્તા પર ફંગોળાયા હતાં. રીક્ષાને ટક્કર મારી કાર ચાલક નાસી છૂટ્યો હતો. બનાવને પગલે માર્ગ પર ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતાં. જ્યારે 6 જેટલાં લોકોને ઇજાઓ પહોંચી હતી.
રવિવારે સાંજના સમયે પૂર્વ કચ્છના ગાંધીધામ પાસે આવેલ મીઠી રોહર પાસે માર્ગ પર એક છકડો રીક્ષા પસાર થઈ રહી હતી. દરમિયાનમાં પાછળથી પૂરઝડપે ધસી આવેલી કારે રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં જ છકડામાં સવાર મુસાફરો ઉછળીને માર્ગ પર ફંગોળાયા હતાં.
અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. તો બીજી તરફ, રોડ પર ફંગોળાયેલા મુસાફરોએ ઇજાને કારણે કણસી ઉઠ્યા હતાં. કણસતાં મુસાફરોની મદદે સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. તો ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
ગંભીર ઇજા પહોંચવાને કારણે બે વ્યક્તિના સ્થળ પર જ મોત નિપજ્યા હતાં. જોકે, છ જેટલાં ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલના તબક્કે ઇજાગ્રસ્તો અને મૃતકો વિશે જાણકારી પ્રાપ્ત થઈ રહી નથી.
(ચાર – ચાર સમાચાર । દેશ – દુનિયા અને ગુજરાતના 12 સમાચાર જાણો આ વિડીયોમાં)
(આજનો Funrang જોક)
ચમન – યાર, આ ઓનલાઈન ડિલિવરી કરનારા છેતરતાં હોય છે…
અમન – કેમ શું થયું?
ચમન – બપોરે બહુ ગરમી લાગતી હતી, એટલે ઓનલાઈન બરફ મંગાવ્યો… ખોલીને જોયું તો પાણી નિકળ્યું… બોલ..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz