- રવિવારે રાત્રે ફોર્ટીટ્યૂટ ફૂટબોલ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં બનેલી ઘટના.
- ટીમના સમર્થક અસામાજિક તત્વો અને ખેલાડીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી.
- બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । એમ. એસ. યુનિવર્સિટીના બીબીએ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ફોર્ટીટ્યૂડ સિઝન 8 ફૂટબોલ ટૂર્નામેન્ટની રવિવારે રાત્રે રમાયેલી સેમીફાઈનલ મેચ ટાણે એક ટીમના સમર્થક અસામાજિક તત્વો અને ખેલાડીઓ વચ્ચે છુટ્ટાહાથની મારા મારી થઈ હતી. જેને પગલે કેમ્પસમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બનાવને પગલે યુનિ. વિજીલન્સની ટીમ તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
એમ. એસ. યુનિ.ની બીબીએ કેમ્પસમાં ફોર્ટીટ્યૂડ ફૂટબોલ ટૂર્નામેન્ટની 8મી સિઝનનું આયોજન કરાયું છે. રવિવારે રાત્રે સેમિફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં બંને ટીમોના સમર્થકો મેચ નિહાળવા માટે એકઠા થયા હતાં. એક ટીમે બે ગોલ કરીને લીડ પ્રાપ્ત કરી લીધી હતી. ત્યારે બીજી ટીમે પણ એક ગોલ કરતાં મેચ રોમાંચક તબક્કામાં પહોંચી હતી. એક ગોલથી પાછળ ટીમનો એક ખેલાડી બીજો ગોલ કરીને સ્કોર સરભર કરવા માટે આગળ ધમી રહ્યો હતો. ત્યાં એક ખેલાડીએ તેને ધક્કો માર્યો હતો.
બે ખેલાડીઓ વચ્ચે આ ટક્કરને પગલે સમર્થકોમાં બૂમાબૂમ કરતાં મામલો બિચક્યો હતો. અને ગણતરી ક્ષણોમાં ફૂટબોલ ગ્રાઉન્ડ મારામારી – ગાળાગાળીનું ગ્રાઉન્ડ બની ગયું હતું. અસામાજિક તત્વો જેવા યુવાનોએ કેમ્પસમાં પડેલી જે વસ્તુ આવી એનાથી ખેલાડીઓને માર્યા હતાં. જ્યારે ખેલાડીઓએ પણ સામે પ્રતિકાર કર્યો હતો. જેને પગલે કેમ્પસમાં છુટ્ટા હાથની મારામારીના અને નાસભાગના દ્રશ્યો સર્જાતા ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
રાતના સમયે બનેલી ઘટનાને પગલે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ કેમ્પસમાં પહોંચી હતી. જોકે, વિફરેલાં ટોળાંને રોકવામાં તેઓને સફળતા પ્રાપ્ત થઈ નહોતી. બીજી તરફ, સયાજીગંજ અને ફતેગંજ પોલીસ મથકનો કાફલો દોડી આવતાં મામલો થાળે પડ્યો હતો. પોલીસે બંને જૂથના યુવાનોની અને સમર્થકોની પુછપરછ કરી હતી.
ફૂટબોલની સેમિફાઈનલ મેચ દરમિયાન બનેલી શરમજનક (શેઈમલેસ) ફાઈટની ઘટના અંગે વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. યુનિવર્સિટી દ્વારા બનાવ અંગે તપાસ શરૂ કરાઈ છે. જોકે, આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
(આજનો Funrang જોક)
ચમન – યાર, તારા આ ગામમાં એક કૂતરું સારું નથી દેખાતું… બધાં ઈજાગ્રસ્ત જ કૂતરા જોવા મળ્યાં…
અમન – એમાં એવું છે કે, અમારા ગામના સરપંચ કૂતરાંઓને ખવડાવે છે એટલે આવું છે…
ચમન – અલાં સરપંચ ખવડાવે છે એમાં કૂતરાંઓને ઈજા પહોંચે છે? માર તો નથી ખવડાવતાં ને…
અમન – ના, એ કૂતરાંઓને બટર લગાડેલા રોટલાં ખવડાવે છે… પણ, 20 કૂતરાંઓ હોય તો એમની વચ્ચે બે જ રોટલાં નાંખે છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz