- પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતાં શાયર સંજુ વાળાની ગઝલના એક શેરનો હાઉંકારો કરે છે શેરખાન
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
શેરખાન ।
અર્થઘટન આગવાં તું કર્યા કરે દરવખત,
કોણ છે નવરું તે એની કથા કરે દરવખત.
નિહાયત અલગારી જીવ યાને સંજુ વાળા. પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતો ગમતીલો શાયર. રંગીલાં રાજકોટનો વતની. એમની કેફિયતમાં મેઘધનુષી રંગો દરવખત વર્તાય. આજે દરવખતનાં કાફીયે મોજેદરિયા કરવાની વાત છે. (સૌજન્ય :- નવનીત સમર્પણ – માર્ચ – ૨૦૨૨) માંથી જડે છે આજની કૃતિ.
દરવખત શું સાચે જ દરવખત – વખતોવખત જેવું જ હોય છે? નો જવાબ ‘હા’ યા ‘તો ‘ના’ કોઇપણ હોઇ શકે છે! ડાબલીમાં ડાબલી જેવી કથાઓ મળતી રહે છે. મહાભારતનાં એક શ્ર્લક માંથી ગિરિશ કર્નાડ જેવો સજૅક અગ્નિવર્ષા જેવી ફિલ્મ રચી શકે છે, કે પછી અતિજ્ઞાન જેવું ખંડકાવ્ય બની શકે છે. ગીતા દ્ધારા મેનેજમેન્ટ કે વિદૂરનિતિમાંથી સમજાતાં બોધ પાઠ દરવખત અલગ અભિવ્યક્તિ બની છે. દરવખતમાં શક્યતાઓનાં ધૂમકેતુ પોતાની પૂંછડીઓનો વિસ્તાર વ્યાપક અથૅમાં વહેતો મૂકે છે.
ધાર્યું-વિચાર્યું હતું કે, સુખદ સમય આવશે એ વિધાન વાક્ય હોવાં છતાં ‘?’ છોડી જાય છે. સંજુભાઇ આ ગઝલનાં આંગળિયાં છે? કે મારફતિયાં? સાત શેર નું સપ્તક છે આ ગઝલમાં, જેમાં છણકા – સળી – છેડછાડ – ઈશારા – આલિંગનો.
સંજુ વાળા બંધમાં મનોરથ સિધ્ધ કરવાં મથે છે. પણ, આ દરવખતમાં તૂંડે તૂંડે મતિ ભિન્ના રચી મૂઢમતે લગીની સફર કરાવી જાય છે. “સંજુ સંજુ વાળામાંથી બહાર નીકળવાનું ભૂલી ગયો છે” અર્થાત્ ખૂલી ગયાં છે! મનપંખી બની ગયાં છે. તુંય કવિ એનું એ જ કહ્યા કરે દરવખત.
બિલાડીનું મ્યાઉં:(ગાલલગા ગાલગાલ લગાલગા ગાલગા)ની આ ગઝલ સંજુભાઇનાં મિજાજની પેશકશ છે.
આપણને તરબોળ કરતી કૃતિઓ
- કંઈક/કશુંક/અથવા પ્રતિ. . . , (૧૯૯૦) * કિલ્લેબંધી, ૨૦૦૦ * રાગાધિનમ (કવિતા-ગીતો), ૨૦૦૭ તેમજ કંઈક/કશુંક/અથવા તો. . . (કવિતા-સંગ્રહ), ૧૯૯૦
- અતિક્રમી તે ગઝલ (રાજકોટના કવિઓની ગઝલ), ૧૯૯૦
- કિન્શુકલય (નવી પેઢીની ગઝલ-સંકલન)
- કિલ્લેબંધી (લાંબી કવિતા અને મુક્ત-છંદ), ૨૦૦૦
- રાગાધિનમ્ (કવિતા-ગીતો), ૨૦૦૭
- ઘર સામે સરોવર (કવિતા સંકલન: શ્યામ સાધુ), ૨૦૦૯, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.
- કવિતાચયન-૨૦૦૭ (ગુજરાતી કવિતાઓ ૨૦૦૭ સંકલન) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત છે.
- યાદનો રાજ્યાભિષેક (ગઝલ સંકલન: શૂન્ય પાલનપુરી), ૨૦૧૨, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.
- મનપાંચમના મેળામાં ( કવિતા સંકલન: રમેશ પારેખ), ૨૦૧૩, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત.
- કવિતા નામે સંજીવની (ગઝલ સંગ્રહ ) ૨૦૧૪.
(આજનો Funrang જોક)
ચમન – યાર, તારા આ ગામમાં એક કૂતરું સારું નથી દેખાતું. . . બધાં ઈજાગ્રસ્ત જ કૂતરા જોવા મળ્યાં. . .
અમન – એમાં એવું છે કે, અમારા ગામના સરપંચ કૂતરાંઓને ખવડાવે છે એટલે આવું છે. . .
ચમન – અલાં સરપંચ ખવડાવે છે એમાં કૂતરાંઓને ઈજા પહોંચે છે? માર તો નથી ખવડાવતાં ને. . .
અમન – ના, એ કૂતરાંઓને બટર લગાડેલા રોટલાં ખવડાવે છે. . . પણ, 20 કૂતરાંઓ હોય તો એમની વચ્ચે બે જ રોટલાં નાંખે છે. . .
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz