• હાલની ભાજપ સરકારના રાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરની 10-12 લાખ બોલી બોલાય છે: નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવાનો આક્ષેપ
  • વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે નર્મદા યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
  • ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહેલા નર્મદા યુવક કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા.

[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાતના વનરક્ષકની ભરતીની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આખા ગુજરાતમાં ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહી છે તો બીજી બાજુ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહી રહ્યા છે કે આ કોપી કેસની ઘટના છે પેપર ફૂટ્યું નથી. નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી વન વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે રાજપીપળા સફેદ ટાવર ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો. બાદ બીજે દિવસે તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન યુવક કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.

રાજપીપળા ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર દરમિયાન યુવક કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, મહામંત્રી વિરલ વસાવા, મેહુલ પરમાર, નીતિન વસાવા, ગૌરાંગ મકવાણા, ઉત્સવ વસાવા સહીતના કાર્યકરોએ ગુજરાત સરકાર વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. અજય વસાવાએ જણાવ્યું હતું કે, 2018 માં વન રક્ષકની પરીક્ષાના ફોર્મ ભરાયા હતા, 4 વર્ષ બાદ લેવાયેલી પરીક્ષાનું પેપર પણ ફૂટી ગયું છે. ભાજપના રાજમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાના પર્પરોની 10-12 લાખ રૂપિયાની બોલી બોલાય છે. ભાજપના નેતાઓને પેટ્રોલ-ડીઝલ મોંઘું નહિ લાગે કારણ કે પેપર ફોડી તેઓ પૈસા કમાઈ લે છે. પણ ગરીબ માણસોનું શુ, ગુજરાત સરકાર આ બાબતની જવાબદારી લે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે. હાલની પરીક્ષા રદ કરી નવી પરીક્ષા જાહેર કરી જેટલા પણ ઉમેદવારો પરીક્ષા આપવા ગયા છે એમને યોગ્ય વળતર આપે. જો યુવાનોને ન્યાય નહિ મળે તો અમે આંદોલન કરીશું.

(આજનો Funrang જોક)

ચમન – યાર, તારા આ ગામમાં એક કૂતરું સારું નથી દેખાતું…  બધાં ઈજાગ્રસ્ત જ કૂતરા જોવા મળ્યાં…   

અમન – એમાં એવું છે કે, અમારા ગામના સરપંચ કૂતરાંઓને ખવડાવે છે એટલે આવું છે…   

ચમન – અલાં સરપંચ ખવડાવે છે એમાં કૂતરાંઓને ઈજા પહોંચે છે? માર તો નથી ખવડાવતાં ને…   

અમન – ના, એ કૂતરાંઓને બટર લગાડેલા રોટલાં ખવડાવે છે…   પણ, 20 કૂતરાંઓ હોય તો એમની વચ્ચે બે જ રોટલાં નાંખે છે…   

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.    v.    vyas@gmail.    com / funrangnews@gmail.    com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.    whatsapp.    com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *