- રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા રાજપીપળા પાલિકા પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં સૌથી યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્ણ કરવા બદલ રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરાયું હતું. સમારંભમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સિદ્ધેસ્વરદાસજી, વિરંચીપ્રસાદ શાસ્ત્રીજી, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નીલ રાવ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, મહામંત્રી રાજેન્દ્ર પટેલ, કમલેશભાઈ પટેલ, રાજપીપળા નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેર વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહ અલ્કેશસિંહ ગોહિલ રાજપીપલા નગરપાલિકામાં શાસન કરનારી ત્રીજી પેઢીના સભ્ય છે, અગાઉ એમના દાદાજી સ્વ.જસવંતસિંહ ગોહિલ, તેમના પિતાજી સ્વ.અલ્કેશસિંહ ગોહિલ પણ પ્રમુખ પદે રહી ચૂક્યા છે.કુલદીપસિંહ ગોહિલે પોતાના શાસનકાળમાં ગેસલાઈન, ભૂગર્ભ ગટર યોજનાની શહેરીજનોને ભેટ આપી હતી.રાજપીપળાના નગરજનોને ભૂગર્ભ ગટરના કનેક્શનનો 7 થી 8 હજાર રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકારને દરખાસ્ત કરી ફંડ મેળવી કનેક્શન ફ્રી માં આપવાની યોજના બનાવી છે.આ સાથે રેન બસેરા પ્રોજેક્ટ, ટેનિસ કોર્ટ, આંતરિક રોડ રસ્તા, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મલ્ટી પર્પઝ હોલ, કરજણ રિવરફ્રન્ટ, કરજણ ઓવારો, કાર કમાઈકલ બ્રીજનું રીનોવેશન સહીત અનેક કામો પોતે હાથ ધરી સરકારમાં પ્રપોઝલ મૂકી કામો મંજુર કરાવ્યા છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર, તારા આ ગામમાં એક કૂતરું સારું નથી દેખાતું… બધાં ઈજાગ્રસ્ત જ કૂતરા જોવા મળ્યાં…
અમન – એમાં એવું છે કે, અમારા ગામના સરપંચ કૂતરાંઓને ખવડાવે છે એટલે આવું છે…
ચમન – અલાં સરપંચ ખવડાવે છે એમાં કૂતરાંઓને ઈજા પહોંચે છે? માર તો નથી ખવડાવતાં ને…
અમન – ના, એ કૂતરાંઓને બટર લગાડેલા રોટલાં ખવડાવે છે… પણ, 20 કૂતરાંઓ હોય તો એમની વચ્ચે બે જ રોટલાં નાંખે છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz