- શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત રવિશંકર મહારાજે નર્મદા યોજનાના વિઘ્નો દૂર કરવાનો સંકલ્પ તત્કાલિન સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે લેવડાવ્યો હતો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મહંત રવિશંકર મહારાજનું દુઃખદ અવસાન થતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિ પૂજન તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું ત્યારે મહંત રવિશંકર મહારાજ તેમજ તેઓના પૂત્ર દેવેન્દ્ર ત્રિવેદી પૂજા વિધિને મંત્રોચ્ચાર કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રવિ શંકર મહારાજ શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના વંશ પરંપરાગત મહંત હતા. ખાસ કરીને શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે તેઓએ અનેક રાજકીય નેતાઓએ અધિકારીઓને પણ પૂજા વિધિ કરાવી છે. 31 ઓકટોબરે સરદાર પટેલની જન્મજયંતી નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પૂજન મંત્રોચ્ચાર સાથે કરાવ્યું હતું.
રવિશંકર મહારાજ જુના શૂલપાણેશ્વર મંદિરના મહંતથી લઈને અત્યાર સુધી સતત વંશ પરંપરાગત પરંપરાગત પુજારી હતા. શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે તેઓના હસ્તે હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ અનેક ઉચ્ચ અધિકારીઓને પૂજા વિધિ કરવામાં આવી છે. ખાસ મહત્વની વાત એ છે કે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન હતા ત્યારે નર્મદા યોજનાના વિઘ્નો દૂર કરવાનો સંકલ્પ રવિશંકર મહારાજે લેવડાવ્યો હતો. હાલમાં નર્મદા મહાઆરતીની શરૂઆત નર્મદા ઘાટ પર શરૂ કરવામાં આવી છે. તેઓ આરતી કમિટીમાં પણ ખાસ મહત્વનું સ્થાન ધરાવતા હતા.
(આજનો Funrang જોક)
ચમન – યાર, પેલો ગગો બહુ સિગરેટ પીતો હતો, તો એની બૈરીએ એને બાબા રામદેવના યોગાના વિડીયો બતાવવાનું શરૂ કર્યું…
અમન – સિગરેટની આદત છુટી ગઈ?
ચમન – અરે ના… હવે તો ગગો પગથી પણ બીડી પીતો થઈ ગ્યો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz