- વારસિયાની શિવધારા સોસાયટીમાં ચાર માળનાં 5 બ્લોક આવેલા છે.
- ડી બ્લોકના સમારકામ અંગે ગત રાત્રે મળેલી બેઠકમાં જ ચર્ચા કરાઈ હતી.
- શિવધારા સોસાયટીના ડી અને ઈ બ્લોક જર્જરીત હાલતમાં.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । વારસિયા વિસ્તારમાં આવેલી આશરે 25 વર્ષ જૂની શિવધારા સોસાયટીના પાંચ બ્લોક પૈકી જર્જરીત ડી બ્લોકની બીજા – ત્રીજા માળની ગેલેરી આજે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં તૂટી પડી હતી. નસીબ જોગે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નહોતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઇમારતમાંથી 6 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, જર્જરીત ડી – બ્લોકનું સમારકામ કરવા અંગે ગત રાત્રે જ મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
વારસિયા વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીમાં ચાર માળના 5 બ્લોક A, B, C, D, E આવેલા છે. જે પૈકી D અને E ટાવરનું કામ ખૂબ નબળું હોવાથી મોટી તિરાડો પડી ગઈ હતી. શિવધારા સોસાયટીની આસપાસ દબાણો હોવાથી ફાયરબ્રિગેડનાં વાહનો પણ અંદર આવવા મુશ્કેલ છે. ગઈકાલે રાત્રે ડી બ્લોકના સમારકામ અંગેની મિટિંગ બોલાવી હતી. અને સમારકામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આજે સવારે 8 સાડા આઠ વાગ્યાના અરસામાં ડી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતાં વિજય મકવાણા દિકરાને સ્કૂલે મુકવા જતાં હતાં. તેઓ ઘરનો દરવાજો ખોલીને બહાર જ નિકળ્યા કે ધડાકાભેર બીજા અને ત્રીજા માળની ગેલેરી તૂટી પડી હતી. બે – ચાર સેકન્ડ બાદ ગેલેરી તૂટી હોત તો પિતા – પુત્રને પણ ગંભીર ઈજાઓ પહોંચી શકી હોત.
બીજી તરફ, આ સમયગાળા દરમિયાન ડી બ્લોકમાં રહેતા સીતાબહેન મારવાડી ગેલેરીમાં આવીને ઉભા હતાં ત્યારે સામેના બ્લોકના એક શખ્સે ગેલેરીમાંથી રેતી ખરી રહી હોવાનું જણાવતાં સીતાબહેન અંદર જતા રહ્યા અને ત્યાં જ ગેલેરી તૂટી પડી હતી. એકંદરે, દુર્ઘટનામાં પિતા – પુત્ર સહિત મહિલાનો ચમત્કારીક બચાવ થયો હતો.
ડી બ્લોકની ગેલેરી તૂટવાને કારણે પડેલા કાટમાળની નીચે પાર્ક કરાયેલા વાહનોનો ખુરદો નિકળી ગયો હતો. બનાવને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. દરમિયાનમાં દોડી આવેલાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ વાહન ગલીના નાંકે પાર્ક કરીને સીડીના ઉપયોગથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.
રસ્તા પરના દબાણોને કારણે ભવિષ્યમાં કોઈ ગમખ્વાર ઘટના બને ત્યારે શિવધારા સોસાયટીમાં ફાયર બ્રિગેડને પહોંચવામાં તકલીફ પડી શકે એમ હોવાથી રહીશોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર મારે પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને લંડનથી આવેલો મેસેજ મોકલવો છે…
અમન – લંડનથી મેસેજ તને આવ્યો…?
ચમન – હા ભઈ… લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીએ મેસેજ મોકલ્યો છે.
અમન – શું મેસેજ છે?
ચમન – પરીક્ષાર્થી મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા, અને એટલુ યાદ રાખજો કે, બેંકની લોન લેવાના ફોર્મમા બોર્ડના માર્ક્સની કોઈ કૉલમ નથી… All The best…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz