- પોતાના સસ્પેન્સન પિરિયડ દરમિયાન એમણે ભાવનગર કલેકટર કચેરી હેડ કવાટર ખાતે રિપોર્ટ કરવો પડશે
- ગુજરાત ભરના આદિવાસીઆગેવાનો, ભાજપ-કોંગ્રેસ-બિટીપી સાંસદ અને ધારાસભ્યોએ નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકાર પર રિતસરનું દબાણ બનાવ્યું હતું
- સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી આંદોલનને ઢીલું પાડવાનો પ્રયાસ કર્યો, નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નહિ નોંધાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે: આદિવાસી સમાજના આગેવાનોની માંગ
- સેન્સ્પેન્સન દરમિયાન દુબેનું મુખ્ય મથક ભાવનગર કલેકટર કચેરી હશે, તેઓ નિયંત્રક અધિકારીની લેખિત પરવાનગી સિવાય મુખ્ય મથક છોડી શકશે નહીં.
- નિલેશ દુબે વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવાનો કેસ બનતો હોવાથી એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નીલેશ દુબેના આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ વધતા ગુજરાત સરકારે આખરે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દીધા છે.નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં બુધવારે 30 મી એપ્રિલના રોજ રાત્રે વાયરલ થયા એમની વિરુદ્ધ આખા રાજ્યમાં આંદોલન તેજ બન્યું હતું.
કેવડિયા બચાઓ આંદોલન સમિતિ, ભાજપ-કોંગ્રેસના આદિવાસી આગેવાનો સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ બેઠક કરી હતી, એ બાદ તમામ આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની માંગ સાથે કેવડિયા પોલીસ મથકે ધામો નાખ્યો હતો.આખી રાત પોલીસ મથક બહાર બેસી રહેવા છતાં કેવડિયા પોલીસે નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો ન નોંધાતા આગેવાનોમાં રોષ વધ્યો હતો.ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પણ નિલેશ દુબે વિરુદ્ધ કડક કાર્યવાહીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત માંગ કરી હતી.
આદિવાસી સમાજનું આંદોલન તેજ બનતા ગુજરાત ભરના આદિવાસીઆગેવાનો, ભાજપ-કોંગ્રેસ-બિટીપીના સાંસદ અને ધારાસભ્યોએ નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકાર પર રિતસરનું દબાણ બનાવતા સરકારે નિલેશ દુબેને આખરે સસ્પેન્ડ કર્યા છે.સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના નાયબ કલેકટર નિલેશ દુબેને 07/12/2018 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધારાનો હવાલો સોંપાયો હતો.ગુજરાત સરકારે એ બાબતની નોંધ લીધી છે કે દુબેએ ચોક્કસ જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી લાગણીને ઠેસ પહોંચાડી છે.જે વર્ગ-1 ના જવાબદાર અધિકારીને ન છાજે એવું વર્તન કહેવાય.નિલેશ દુબે વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવાનો કેસ બનતો હોવાથી એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સેન્સ્પેન્સન દરમિયાન એમનું મુખ્ય મથક ભાવનગર કલેકટર કચેરી હશે, તેઓ નિયંત્રક અધિકારીની લેખિત પરવાનગી સિવાય મુખ્ય મથક છોડી શકશે નહીં.
સરકારે નિલેશ દુબે વિરુદ્ધ કરેલી કાર્યવાહી અધૂરી છે, એટ્રોસીટીનો ગુનો નોંધો: હરેશ વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
નિલેશ દુબે વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા એનાથી અમને સંતોષ નથી.જો નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો નહિ નોંધાય તો અમે સમજીશું કે સરકારને આદિવાસીઓના અપમાનની કશી પડી નથી.એટ્રોસીટીનો ગુનો નહિ નોંધાય તો ગુજરાત સહીત આખા દેશમાં જલદ આંદોલન કરીશું.
સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દુબેને બચાવવાનો પ્રયત્ન કર્યો: ડો પ્રફુલ્લ વસાવા, કેવડિયા બચાઓ આંદોલન સમિતિ
કેવડિયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દુબેને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.દુબે વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ થવો જોઈએ.કાનુની કાર્યવાહી નહીં થાય તો આદિવાસી સમાજ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઓડિયો સાંભળે અને આદિવાસી સમાજ આગળ ખુલાસો કરે છે કે નિલેશ દુબે વિરુદ્ધ પોલિસે ફરીયાદ કેમ ના કરી?
(આજનો Funrang જોક)
અમન – યાર આજે કોઈ મુર્ખતાવાળી વાત નથી કરવી…
ચમન – કેમ ભઈ?
અમન – કોઈને મુરખ સમજવાની મુર્ખતા આપણે શું કામ કરવાની?
ચમન – એટલે તું મને…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz