- લક્ષ્મીપુરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં સગીરને શોધી કાઢ્યો.
- સગીરને માતા – પિતાને સુપરત કરવામાં આવ્યો.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરના અમીન પાર્ટી પ્લોટ પાસે આવેલા ફ્લેટમાં રહેતાં 14 વર્ષિય સગીરને મમ્મીએ કોઈક વાતે ઠપકો આપ્યો હતો. જેને પગલે ઘરમાં કોઈને કહ્યા વગર તે જતો રહ્યો હતો. 14 વર્ષિય સગીર ગૂમ થયો હોવાની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસે ગંભીરતાપૂર્વક શોધખોળ હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં ગૂમ થયેલા સગીરને શોધી માતા – પિતાને સુપરત કરવામાં આવ્યો હતો.
અમીન પાર્ટી પ્લોટ પાસે આવેલા વી.એમ. સી. ફ્લેટમાં રહેતો 14 વર્ષિય રાજેશ (નામ બદલ્યું છે) ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. શોધખોળ કરવા છતાં રાજેશ નહીં મળતાં પરિવારજનોએ લક્ષ્મીપુરા પોલીસ મથકે જાણ કરી હતી.
14 વર્ષિય સગીર ગૂમ થયો હોવાની ઘટનાને પી.આઈ. પી. જી. તિવારીએ ગંભીરતાથી લઈ, અલગ અલગ ટીમો સાથે SHE ટીમને રાખી શોધખોળ શરૂ કરાવી હતી. ગૂમ થયેલા સગીરના ઘર – સોસાયટી પાસેના સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે સગીરના સગાંસંબંધીઓ અને મિત્રોને ત્યાં પુછપરછ કરવામાં આવી હતી.
બીજી તરફ, લક્ષ્મીપુરા, ગોરવા અને ગોત્રી વિસ્તારમાં આવેલાં બાગ – બગીચા તેમજ લારીગલ્લાઓ પર રાજેશના ફોટો બતાવી પુછપરછ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં લક્ષ્મીપુરા પોલીસ મથકની SHE ટીમને માહિતી મળી કે, ગોત્રી રોડ સ્થિત સી. એચ. વિદ્યાલય પાસે ફૂટપાથ પર એક સગીર રડતાં રડતાં જઈ રહ્યું છે.
તાત્કાલિક સી. એચ. વિદ્યાલય પાસે SHE ટીમના ઇન્ચાર્જ વુ. હે. કો. અંજુબહેન રામજીભાઈને રાજેશ મળી આવ્યો હતો. તેઓ રાજેશને પોલીસ મથકે લઈ આવ્યા હતાં. પુછપરછ કરતાં મમ્મીએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હોવાથી ઘરેથી જતો રહ્યો હોવાની કેફિયત જણાવી હતી.
(આજનો Funrang જોક)
ચમન – તને ખબર છે, લગ્નની કંકોત્રીમાં વરના નામ આગળ ચિં. અને કન્યાના નામ આગળ અ.સૌ. કેમ લખવામાં આવે છે?
અમન – ચિં એટલે ચિરંજીવી અને અ.સૌ. એટલે અખંડ સૌભાગ્યવતી…
ચમન – અબે… એ તો બધાં માને છે બાકી એનો ખરો અર્થ હું તને જણાવું. ચિં. એટલે ચિંતાગ્રસ્ત થનારો… અ.સૌ. એટલે એકલી સૌને ભારે પડનારી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz