- અલકાપુરી વિસ્તારમાં વધુ એકવાર ગટરલાઈનમાં ગેસ લિકેજથી સર્જાયેલી દુર્ઘટના.
- પ્રોડક્ટિવિટી રોડ પર ગટર લાઈનમાંથી આગની જ્વાળાઓ નિકળતાં ઉત્તેજના વ્યાપી.
- લાશ્કરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં હતાં ત્યાંજ ધડાકાભેર ગેસ ગટરમાંથી બહાર આવ્યો.
- લાશ્કરો એક ગટરમાં લાગેલી આગ ઓલવી રહ્યા હતાં, ત્યાં ધડાકાને પગલે બંબો પાર્ક કર્યો હતો ત્યાંની ગટરમાં આગ ફાટી નિકળી.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । અલકાપુરી વિસ્તારના પ્રોડક્ટિવિટી રોડ પર આજે સવારે 9 વાગ્યાના અરસામાં લાગેલી આગ ઓલવવા માટે પહોંચેલો ફાયર બ્રિગેડનો બંબો જ દાઝી ગયો હોવાની વિચિત્ર ઘટના બનાવ પામી છે. ગટર લાઈનમાં ગેસ લિકેજ થવાને કારણે લાગેલી આગના બનાવને પગલે રાહદારીઓથી ધમધમતાં માર્ગ પર ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. અત્રે નોંધનિય છે કે, અલકાપુરી વિસ્તારમાં અગાઉ પણ ગટરમાં ગેસ લિકેજને કારણે આગ લાગવાના અને ગટરના ઢાંકણા ઉડવાના બનાવો બન્યા છે.
પ્રોડક્ટિવિટી રોડ પર HDFC બેન્કની સામેના માર્ગ પર આવેલી ગટરમાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં ગેસ લિકેજને કારણે આગ ભભૂકી ઉઠી હતી. ગટરમાંથી આગની જ્વાળાઓ બહાર ભભૂકી રહી હોવા અંગે જાણકારી પ્રાપ્ત થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો આવી પહોંચ્યા હતાં.
આગ ઓકતી ગટરથી સ્હેજ આગળ બંબો પાર્ક કરીને લાશ્કરોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. લાશ્કરો જે ગટરમાં આગ લાગી હતી એના પર પાણીનો મારો ચલાવી રહ્યા હતાં. ત્યાં ધડાકાભેર ગેસ વછૂટ્યો હતો. અને તે સાથે પાર્ક કરાયેલા બંબા નજીકની ગટરમાં પણ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી.
ગટરમાંથી નિકળેલી આગની જ્વાળાઓએ બંબાને લપેટમાં લઈ લીધો હતો. જેને પગલે લાશ્કરોએ એક સાથે બે જગ્યાએ આગ ઓલવવાની જહેમત ઉઠાવવી પડી હતી. આગની લપેટમાં આવી ગયેલો બંબો રીતસરનો દાઝી ગયો હતો.
ફેબ્રુઆરી 2020માં અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનર બંગલાની સામેના મુખ્ય માર્ગ પર ગટરના ગેસને કારણે સાત જેટલા ગટરના ઢાંકણા ઉડવાની ઘટના બની હતી. જેમાં એક કારનો કાચ તૂટ્યો હતો, તો અન્ય એક કારનો દરવાજો વળી ગયો હતો.
(આજનો Funrang જોક)
ચમન – તને ખબર છે, લગ્નની કંકોત્રીમાં વરના નામ આગળ ચિં. અને કન્યાના નામ આગળ અ.સૌ. કેમ લખવામાં આવે છે?
અમન – ચિં એટલે ચિરંજીવી અને અ.સૌ. એટલે અખંડ સૌભાગ્યવતી…
ચમન – અબે… એ તો બધાં માને છે બાકી એનો ખરો અર્થ હું તને જણાવું. ચિં. એટલે ચિંતાગ્રસ્ત થનારો… અ.સૌ. એટલે એકલી સૌને ભારે પડનારી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz