- ભાઈ સાથે નાણાંની લેવડદેવડ અંગેના ઝગડાના મામલો અદાલતમાં પહોંચ્યો છે.
- રફીક શેખ અને સોનુ શેખે કારના ડ્રાઈવરને ધમકાવી રીક્ષામાં રવાના કરી દીધો.
- ભત્રીજી અંબર શેખે કાકા અને ફોઈના દિકરા સામે જે. પી. રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ગત તા. 3 માર્ચના રોજ શહેરના ઓ.પી. રોડ વિસ્તારમાં સગા કાકાએ ફિલ્મી સ્ટાઈલમાં કાર રોકાવ્યા બાદ ભાભી – ભત્રીજીને માર માર્યો હોવાનો બનાવ બન્યો હતો. માર – માર્યા બાદ રૂ. 50 લાખની માંગણી કરનાર કાકા અને ફોઈના દિકરા સામે યુવતીએ જે. પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતી અંબર શેખના નાના – નાની તા. 3 માર્ચના રોજ અમેરિકાથી આવવાના હતાં. હરણી એરપોર્ટ પર ઉતરનાર નાના – નાનીને તેડવા માટે અંબર અને તેની માતા કારમાં નિકળ્યા હતાં.
દરમિયાનમાં મનિષા ચોકડી પાસે વાસણા રોડ પર સેલ્ટર એપાર્ટમેન્ટમાં રહેતાં અંબરના કાકા રફીક શેખ અને તાંદલજાના રફાઈ પાર્કમાં રહેતાં અંબરના ફોઈનો દિકરો સોનુ શેખ ટુ-વ્હિલર પર આવી ચડ્યા હતાં. ફિલ્મી સ્ટાઈલમાં કારનો ઓવરટેક કરી ટુ-વ્હિલરથી કારને રોકાવી દીધી હતી.
કારનો ડ્રાઈવર વચ્ચે પડે એ પહેલાં જ રફીક શેખે એને કહી દીધું કે અમારી ફેમિલી મેટર છે, તું જતો રહે. એમ કહી ડ્રાઈવરને રીક્ષામાં ત્યાંથી રવાના કરી દીધો હતો. બાદમાં રફીક શેખે ભત્રીજી અંબર અને ભાભીને કારમાંથી બહાર ઉતાર્યા હતાં.
કારમાંથી બહાર આવેલી અંબર અને તેની માતાને રફીક શેખ અને સોનુ શેખે ગડદાપાટુનો માર માર્યો હતો અને અંબરના પિતા પાસેથી રૂ. 50 લાખ કઢાવી આપવાની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, રફીક શેખને તેના ભાઈ સાથે નાણાંકિય લેતીદેતી બાબતે ઝગડો થયો હતો. જે અંગેનો મામલો અદાલત સુધી પહોંચ્યો છે.
અંબર શેખની ફરિયાદને આધારે જે. પી. રોડ પોલીસે રફીક શેખ અને સોનુ શેખ સામે મારા મારી, ધાક ધમકી આપવા સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધી, બંનેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
ચમન – તને ખબર છે, લગ્નની કંકોત્રીમાં વરના નામ આગળ ચિં. અને કન્યાના નામ આગળ અ.સૌ. કેમ લખવામાં આવે છે?
અમન – ચિં એટલે ચિરંજીવી અને અ.સૌ. એટલે અખંડ સૌભાગ્યવતી…
ચમન – અબે… એ તો બધાં માને છે બાકી એનો ખરો અર્થ હું તને જણાવું. ચિં. એટલે ચિંતાગ્રસ્ત થનારો… અ.સૌ. એટલે એકલી સૌને ભારે પડનારી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz