- જોધપુર ખાતે યોજાઈ હતી 11મી સબ – જૂનિયર નેશનલ લંગડી સ્પર્ધા.
- ગુજરાતનાં સબ – જૂનિયર બોઈઝ અને ગર્લ્સ ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । તા. 26 થી 28 માર્ચ દરમિયાન જોધપુર ખાતે 11મી સબ – જૂનિયર લંગડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વડોદરા સહિત ગુજરાતના ખેલાડીઓની ટીમોએ ભાગ લીધો હતો. લંગડી સ્પર્ધામાં ગુજરાતની સબ – જૂનિયર બોઈઝ અને ગર્લ્સ ટીમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો.
કોચ યોગેશ મુળેના માર્ગદર્શન હેઠળ બંને ટીમોએ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત રાજ્ય લંગડી એસોસિએશનના સેક્રેટરી ઉમેશભાઈ પટેલ સહિતના સભાસદોએ ખેલાડીઓ અને કોચને શુભેચ્છા પાઠવી હતી.
(આજનો Funrang જોક)
(ચમનનો ટ્રક સાથે એક્સિડન્ટ થયો. હોસ્પિટલના બીછાને પડેલાં ચમનને જોવા અમન ગયો.)
અમન – હવે તો બહુ સારો થઈ ગયો… લાગે છે…
ચમન – હા નસીબથી બચ્યો… અને સાજો પણ થઈ ગ્યો… છતાં બીક લાગે છે…
અમન – હવે શેની બીક લાગે છે?
ચમન – જે ટ્રક સાથે એક્સિડન્ટ થયો હતો એની પાછળ લખ્યું હતું – જીવતા રહિશું તો ફીર મળીશું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz