- ગંગા, યમુના નદીને શુદ્ધ કરવાનું અભિયાન છતાં મધ્યપ્રદેશ-ગુજરાતની વચ્ચે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નર્મદામાં ઠલવાય છે: મનસુખભાઈ વસાવાની પીએમ મોદીને રજૂઆત
- મોટા ડેમના નિર્માણ-ગેરકાયદેસર ખનનને કારણે નર્મદાનું પાણી પ્રદુષિત થાય છે અને પાણીનો સતત પ્રવાહ બંધ થઈ ગયો: મનસુખભાઈ વસાવાની પીએમ મોદીને રજૂઆત
વિશાલ મિસ્ત્રી । રાજપીપળા: ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ ભાઈ વસાવાએ નર્મદા નદીને દૂષિત કરવાનો સીધે સીધો આરોપ ઉધોગપતિઓ પર લગાવતા ખડભળાટ મચ્યો છે. મનસુખભાઈ વસાવાએ આ મુદ્દે સીધો જ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને નિયમ 377 હેઠળ લોકસભામાં પણ આ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે.
ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ દેશના પીએમ મોદીને પત્ર લખી જણાવ્યું છે કે, દેશનું સૌભાગ્ય છે કે આજે આ મહાન દેશની જનતાને વિશ્વ રાજકારણના અગ્રગણ્ય નેતા અને આધ્યાત્મિક નેતા તરીકે તમારું નેતૃત્વ મળ્યું છે. તમે ભારતની પવિત્ર નદીઓ જેમ કે ગંગા, યમુના વગેરેને શુદ્ધ કરવાનું સફળ અભિયાન ચલાવ્યું છે. મધ્ય પ્રદેશના અમરકંટક માંથી નીકળતી અને ગુજરાતના ભરૂચ ખાતે દરિયાને મળતી નર્મદા નદી પણ દેશની પવિત્ર નદીઓમાંની એક છે. પરંતુ મધ્યપ્રદેશ અને ગુજરાતની વચ્ચે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી નર્મદામાં ઠાલવવામાં આવી રહ્યું છે અને તેમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે છે.
મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે કે મોટા ડેમના નિર્માણ અને ગેરકાયદેસર ખનનને કારણે નર્મદાનું પાણી પ્રદુષિત થાય છે અને પાણીનો સતત પ્રવાહ પણ બંધ થઈ ગયો છે. પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા ઉપરાંત દરરોજ લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા પણ કરે છે. ગેરકાયદેસર ખાણકામ અને પ્રદુષિત પાણી નર્મદામાં છોડવાથી નર્મદા કિનારે રહેતા અને ખેતી તથા માછીમારી કરતા લોકોને સતત ઘટી રહેલા પાણીના પ્રવાહને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નર્મદા નદીમાં મોટા ડેમોમાંથી સતત પાણી છોડવું જોઈએ જેથી પાણીના પ્રવાહમાં સાતત્ય જળવાઈ રહે. આ મુદ્દે બંને રાજ્યો માટે યોગ્ય માર્ગદર્શિકા પસાર કરવા તેમજ નર્મદા નદીમાં પ્રદૂષિત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવા અને ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
(આજનો Funrang જોક)
(ચમનનો ટ્રક સાથે એક્સિડન્ટ થયો. હોસ્પિટલના બીછાને પડેલાં ચમનને જોવા અમન ગયો.)
અમન – હવે તો બહુ સારો થઈ ગયો… લાગે છે…
ચમન – હા નસીબથી બચ્યો… અને સાજો પણ થઈ ગ્યો… છતાં બીક લાગે છે…
અમન – હવે શેની બીક લાગે છે?
ચમન – જે ટ્રક સાથે એક્સિડન્ટ થયો હતો એની પાછળ લખ્યું હતું – જીવતા રહિશું તો ફીર મળીશું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz