- 1977માં ધ હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા સ્થાપવામાં આવેલા મહા વલ્લભ ગણપતિ દેવસ્થાન.
- બ્રાઉન સ્ટ્રીટ તરીકે ઓળખાતી શેરી હવે ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ તરીકે ઓળખાશે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વિદેશ । અમેરિકાનાં ન્યૂયોર્કમાં એક શેરી (સ્ટ્રીટ) જે અત્યાર સુધી બ્રાઉન સ્ટ્રીટ તરીકે ઓળખાતી હતી એ હવે ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ તરીકે ઓળખાશે. આ અંગેનો સમારોહ ગત તા. 4 એપ્રિલના રોજ યોજવામાં આવ્યો હતો.
ધ હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા વર્ષ 1977માં ન્યૂયોર્કમાં શ્રી મહા વલ્લભ ગણપતિ દેવસ્થાનમ્ની સ્થાપના કરવામાં આવી હતી. નોર્થ અમેરિકાનું પહેલાં અને સૌથી જૂના ગણપતિ મંદિર બ્રાઉન સ્ટ્રીટ તરીકે ઓળખાતી જગ્યા પર બનાવવામાં આવ્યું હતું.
ગત શનિવાર તા. 2 એપ્રિલના રોજ ગણપતિ દાદાના સન્માનમાં ગણપતિ મંદિર ટેમ્પલ નામથી ઓળખવામાં આવી છે. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં ન્યૂયોર્કના consul general of india રનધીર જયસ્વાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. એકંદરે, હવે ન્યૂયોર્ક શહેરની આ શેરી ગણપતિ બાપ્પાના નામે ઓળખાશે.
(આજનો Funrang જોક)
(અમન – ચમન બેઠાં હતાં ત્યાં રમણ ખુશ થતો આવ્યો)
રમણ – દોસ્તો મારી અને મારી ગર્લફ્રેન્ડના લગ્ન નક્કી થઈ ગયા…
અમન – અરે વાહ… અભિનંદન…
ચમન – અભિનંદન… ક્યારે છે લગ્ન?
રમણ – મારા 5 મે ના રોજ અને એના 15 મે એ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz