• વાઘા – અટારી બોર્ડરની માફક નડાબેટ ખાતે મુલાકાતીઓ સીમા દર્શન કરશે.
  • નડેશ્વર માતાજીના મંદિરે અમિત શાહ અને મુખ્યમંત્રીએ દર્શન કર્યા.
  • BSF દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહની શરૂઆત કરવામાં આવી.  

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ગુજરાત વાઘા – અટારી બોર્ડરની માફક જ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સીમા દર્શન પ્રોજેક્ટને આજરોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રસંગે મુખ્યમંત્રિ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

આજે સવારે 40 ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો લહેરાવીને ગૃહમંત્રી અમિત શાહે નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. બાદમાં તેઓએ નડેશ્વર માતાજીના મંદિરે દર્શન કર્યા હતાં. 125 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત મુલાકાતીઓ BSF જવાનોની જીવનચર્યા, ફરજ અને દેશપ્રેમને નિહાળી શકશે. મુલાકાતીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ તેમજ આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે. બોર્ડર ટુરિઝમના વિકાસ માટે પ્રવાસન વિભાગે ટી-જંક્શન, ઝીરો પોઈન્ટ તેમજ ટી-જંક્શનથી માંડી ઝોરી પોઈન્ટ સુધી રસ્તાના કાર્યો કરાયા છે.

નડાબેટ સીમા દર્શન ખાતે 3 આગમન પ્લાઝા – વિશ્વામ ગૃહ, 500 બેઠક ક્ષમતાવાળુ ઓડિટોરીયમ, ચેન્જિંગ રૂમ, સોવિનિયર શૉપ, દુકાનો, રેસ્ટોરન્ટ્સ, સરહદગાથા પ્રદર્શન કેન્દ્ર – મ્યુઝિયમ, સોલાર ટ્રી, વગેરે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ રિટેનિંગ વૉલ, બીએસએફ બેરેક, 5000 ક્ષમતાવાળુ પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, બાળકોની રમત ગમત માટેની સુવિધાઓ વગેરે તૈયાર કરવામાં આવી છે. ખાસ તો વીર સૈનિકોની સ્મૃતિમાં અજય પ્રહરી સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને 40 ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો લહેરાવાયો છે.

મુસાલાકીતઓ નડાબેટ ખાતે જમીનથી જમીન પર અને જમીનથી હવામાં હુમલો કરે તેવી મિસાઈલ્સ, T-55 ટેન્ક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક, મિગ – 27 એરક્રાફ્ટ વગેરે ભારતીય સેના અને બીએસએફના હથિયારો નિહાળી શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે, નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ બીએસએફનો દેશનો અત્યાધુનિક પ્રોજેક્ટ છે.

(આજનો Funrang જોક)

(અમન – ચમન બેઠાં હતાં ત્યાં રમણ ખુશ થતો આવ્યો)

રમણ – દોસ્તો મારી અને મારી ગર્લફ્રેન્ડના લગ્ન નક્કી થઈ ગયા…

અમન – અરે વાહ… અભિનંદન…

ચમન – અભિનંદન… ક્યારે છે લગ્ન?

રમણ – મારા 5 મે ના રોજ અને એના 15 મે એ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *