- બ્રિટિશ ક્રાઇમ શૉ ‘લ્યુથર’નું સત્તાવાર ભારતીય સંસ્કરણ એટલે ‘રુદ્ર’!
- ‘રુદ્ર: ધ એજ ઑફ ડાર્કનેસ’ એવા અપરાધો પ્રસ્તુત કરે છે, જેની આંખો સામે નિહાળવાની વાત તો દૂર, પરંતુ સાંભળવામાં પણ ચીતરી ચડે!
પરખ ભટ્ટ । ઑટીટી પ્લેટફોર્મ્સ હવે બોલિવૂડ કલાકારો માટે નવું ઠેકાણું બની રહ્યા છે. માધુરી દીક્ષિત, અનુષ્કા શર્મા, બોબી દેઓલથી શરૂ કરીને ‘રુદ્ર’ના અજય દેવગન પણ વેબસીરિઝમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. મોટી મોટી ફિલ્મો હવે એક અઠવાડિયામાં ઊંધા માથે પછડાઈને ખોટ કરી રહી છે. તાજેતરમાં સિનેમાઘરોમાં આવીને નિષ્ફળ થઈ ચૂકેલી બે તોતિંગ ફિલ્મો ‘રાધેશ્યામ’ અને ‘અટેક’ તેના ઉદાહરણો ગણી શકાય! આથી, સૌને હવે ઑટીટી-સ્પેસ સૌથી વધુ સુરક્ષિત દેખાઈ રહી છે, એટલે ત્યાં ધસારો વધ્યો છે.
બ્રિટિશ ક્રાઇમ શૉ ‘લ્યુથર’નું સત્તાવાર ભારતીય સંસ્કરણ એટલે ‘રુદ્ર’! છ એપિસોડ ધરાવતી આ વેબસીરિઝ મુંબઈ શહેરમાં બનતાં દિલધડક ગુનાઓના અપરાધીને સુપરકોપ બનીને પકડવાની વાર્તા રજૂ કરે છે. ડીસીપી રુદ્રવીર પ્રતાપ સિંઘ ઉર્ફે રુદ્ર (અજય દેવગન)ની અંગત જિંદગી ડામાડોળથી ભરેલી છે, એવામાં એક ગુનેગારને સજા આપવાના ચક્કરમાં તે કાયદાકીય આંટીઘૂંટીમાં સપડાઈ જાય છે. એક વર્ષ બાદ ફરી સર્વિસ પર જોડાયા બાદ તેની સામે એક સાયકો-કિલર ડૉ. આલિયા ચોક્સી (રાશિ ખન્ના)નો કેસ આવે છે. સહકર્મચારી ડીસીપી ગૌતમ (અતુલ કુલકર્ણી) અને જોઇન્ટ કમિશ્નર દિપાલી હાન્ડા (અશ્વિની કાલસેકર) પણ છ એપિસોડના છ કેસોમાં પોતપોતાની ભૂમિકા ભજવે છે.
‘રુદ્ર: ધ એજ ઑફ ડાર્કનેસ’ એવા અપરાધો પ્રસ્તુત કરે છે, જેની આંખો સામે નિહાળવાની વાત તો દૂર, પરંતુ સાંભળવામાં પણ ચીતરી ચડે! માણસનું ખૂન પીતો ચિત્રકાર જ્યારે પોતાના ફ્લાસ્કમાંથી તાજેતરમાં કત્લ કરેલાં વ્યક્તિનું લોહી ફ્રુટજ્યૂસની જેમ ગટગટાવી જાય, ત્યારે બિભત્સ રસ જન્મે. નપુંસક હોવાને લીધે અજાણ્યી સ્ત્રીઓના પર્સ સૂંઘીને ચરમસુખની અનુભૂતિ કરતાં વિકૃત પુરુષને સ્ક્રીન પર જોવામાં ચીતરી ચડે! ‘રુદ્ર’ આ પ્રકારના બિભત્સ રસથી ભરપૂર છે. અજય દેવગનની ‘ટોલ, ડાર્ક, હેન્ડસમ’ બ્રાન્ડને સીરિઝમાં બરાબર રીતે ઉપયોગમાં લેવાઈ છે. બીજી બાજુ, વર્ષો પછી એશા દેઓલે રુદ્રની પત્નીનો કિરદાર નિભાવીને અભિનય ક્ષેત્રે કમબેક કર્યુ છે. આશિષ વિદ્યાર્થી, તરૂણ ગેહલોત, રાજીવ કચરુ વગેરે જેવા નામી કલાકારોએ પણ પોતાના કિરદારોને ન્યાય આપવાનું કામ કર્યુ છે. આખી સીરિઝ બે કથાપ્રવાહ સાથે છે: (૧) રુદ્રની અંગત જિંદગી (૨) રુદ્રની વ્યાવસાયિક જિંદગી. પરંતુ એક સમયે આ બંને પ્રવાહો સાથે ભળીને જે ઘમાસાણ મચાવે છે, તે રુદ્રને જોવાલાયક વેબસીરિઝ બનાવે છે.
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: ભારતને એક નવું ઑટીટી પ્લેટફોર્મ મળવા જઈ રહ્યું છે, જેનું નામ છે: એસ.આર.કે. પ્લસ! જેના સર્વેસર્વા છે, શાહરૂખ ખાન. ડિઝની પ્લસ હોટસ્ટાર ઘણાં સમયથી શાહરૂખના આ પ્લેટફોર્મની કૉલાબ્રેટિવ જાહેરાત દર્શાવી રહ્યું છે.
કેમ જોવી?: ક્રાઇમ-સસ્પેન્સ વાર્તાના ચાહક હો તો!
કેમ ન જોવી?: લોહી અને વિકૃતોથી ખદબદતું વિશ્વ ન જોઈ શકતાં હો તો!
(આજનો Funrang જોક)
(ચમનને લૂઝ મોશન થઈ ગયાં. એ ડૉક્ટરને બતાવવા ગયો.)
અમન – સર, મારા દોસ્તને બહુ ઝાડા થઈ ગયાં છે.
ડૉક્ટર – અચ્છા… તો લીંબુ શરબત પીવાનું રાખો…
ચમન – (દુઃખી થતાં) સાહેબ, લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થયા છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz