(તસવીર – મનિષ વ્યાસ)
  • લેબર કોર્ટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં ચોથા વર્ગના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
  • કેટલાંક કર્મચારીઓએ કટોરો લઈ ભીખ માંગી વિરોધ વ્યક્ત કર્યો.
  • બે કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર જોડાયા.  

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા કોર્પોરેશનના શાસકો દ્વારા છેલ્લાં 30 વર્ષોથી ટટળાવવામાં આવી રહેલાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ આજરોજ અચોક્કસ મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, લેબર કોર્ટે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં શાસકો દ્વારા દરખાસ્ત મંજુર કરવામાં આવતી નથી.

ન.પ્રા.શિ. સમિતિના ચોથા વર્ગના 570 હંગામી કર્મચારીઓ છેલ્લાં 30 વર્ષથી કાયમી કરવાની માંગણી સાથે લડત આપી રહ્યા છે. આ મામલો લેબર કોર્ટ સુધી પહોંચ્યો હતો. અને લેબર કોર્ટે કર્મચારીઓની તરફેણમાં આપ્યો હતો. બાદમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભાએ પણ કોર્ટના હુકમને માન્યતા આપી હતી.

જોકે, 30 વર્ષોની લડત બાદ પણ કોર્પોરેશનના શાસકોએ કર્મચારીઓની તરફેણમાં દરખાસ્ત મંજુર કરી નથી. 570 કર્મચારીઓ પૈકીના 300 જેટલાં કર્મચારીઓ તો હાલ નિવૃત્ત થઈ ગયા છે. તો કેટલાંકના મૃત્યુ થયા છે. આ સંજોગોમાં આખરી જંગ લડવાના મૂડ સાથે અઢીસો જેટલાં કર્મચારીઓ અને પેન્શનરોએ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી બહાર અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ કર્યો હતો.

હડતાલ પર બેઠેલાં કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરવા સાથે રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કેટલાંક કર્મચારીઓએ કટોરા લઈને ભીખ માંગી વિરોધ વ્યક્ત કર્યો હતો.

(તસવીર – મનિષ વ્યાસ)
(તસવીર – મનિષ વ્યાસ)
(તસવીર – મનિષ વ્યાસ)
(તસવીર – મનિષ વ્યાસ)

(આજનો Funrang જોક)

(ચમનને લૂઝ મોશન થઈ ગયાં. એ ડૉક્ટરને બતાવવા ગયો.)

અમન – સર, મારા દોસ્તને બહુ ઝાડા થઈ ગયાં છે.

ડૉક્ટર – અચ્છા… તો લીંબુ શરબત પીવાનું રાખો…

ચમન – (દુઃખી થતાં) સાહેબ, લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થયા છે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *