• ચોરીની એક્ટિવા સાથે અલારખા શેખને ઝડપી પાડતી સિટી પોલીસની ટીમ.
  • સયાજીગંજ અને મહારાષ્ટ્રમાં વાહન ચોરનાર કુલદીપસિંહને ઝોન – 3 એલસીબીએ ઝડપી પાડ્યો.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા વાહનચોરીના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા બે રીઢા ચોરને વડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સિટી પોલીસ મથકની ટીમે મદાર મહોલ્લા ખાતેથી અલારખા ઉર્ફે ઇજ્જો ઉર્ફે ઇસ્માઈલ રફીક શેખ (રહે. મદાર મહોલ્લો, હિમાયત સ્કૂલ પાસે, યાકુતપુરા, વડોદરા)ને શંકાસ્પદ એક્ટિવા સાથે આંતર્યો હતો. તેની પાસેની એક્ટિવા અંગે પોકેટ કોપ એપ દ્વારા સર્ચ કરીને આર.સી. બુક માંગવામાં આવી હતી. આખરે અલારખાએ કબૂલાત કરી હતી કે, ગત તા. 8 એપ્રિલના રોજ તેણે આર.ટી.ઓ. રોડ સ્થિત જનતા બેકરી સામેથી એક્ટિવાની ચોરી કરી હતી.

સિટી પોલીસે ચોરીની એક્ટિવા સાથે ઝડપી પાડેલાં રીઢા વાહન ચોર અલારખા શેખ સામે શહેરના વિવિધ પોલીસ મથકોમાં 26 જેટલાં ગુનાઓ નોંધાયેલા છે. રીઢા વાહન ચોરને ઝડપી પાડવામાં સિટી પોલીસ મથકના પી.એસ.આઈ. એચ. એ. વસાવા, હે.કો. હસનભાઈ, પો.કો. ભગીરથસિંહ, પો.કો. વનરાજસિંહ, લોકરક્ષક અજયસિંહ, લોકરક્ષક નિખીલભાઈ અને લોકરક્ષક લાલજીભાઈ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવી હતી.

જ્યાર અન્ય એક કેસમાં ઝોન – 03 એલસીબીની ટીમે તરસાલી વિસ્તારમાં ગુરૂદ્વારા ચાર રસ્તા પાસેથી કુલદીપસિંહ સુરજીતસિંહ રાઠોડ (રહે. શરદનગર, આઝાદ ચોક, ગણપતિ મંદિરની બાજુમાં, તરસાલી, વડોદરા)ને ચોરીની પ્લેઝર સાથે ઝડપી પાડ્યો હતો. કુલદીપની પુછપરછમાં સયાજીગંજ તેમજ મહારાષ્ટ્રના માણીકપુર ખાતેના ગુનાની વિગતો સપાટી પર આવી હતી.

વાહનચોરને ઝડપી પાડવામાં ઝોન – 03 એલસીબીના પી.એસ.આઈ. એચ.એસ. પટેલ, એ.એસ.આઈ. ફિરોઝઅલી મહંમદઅલી, હે.કો. અજયસિંહ કનુભા, પો.કો. દેવેન્દ્રકુમાર રામજીભાઈ અને લોકરક્ષક વિરમભાઈ બનુભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

(આજનો Funrang જોક)

(ચમન દોડતો જઈ રહ્યો હતો. અમને એને રોક્યો)

અમન – અરે શું કામ દોડી રહ્યો છે?

ચમન – અલે પેલી પાછળ પડી છે…

અમન – કેમ?

ચમન – અરે મેં એને કીધું કે દીલ ચીરીને જો એમાં તારું જ નામ લખેલું જોવા મળશે… ત્યારથી ગાંડી ચપ્પુ લઈને પાછળ પડી છે… જો આવી…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *