(તસવીરો – જશવંત પારેખ)
  • ગુરુવારે સવારે નિકળેલી ભવ્ય શોભાયાત્રામાં 15000 જૈનો જોડાયા.
  • ગુરુવારે સાંજે નવલખી મેદાન ખાતે મહાવીર રંગ લાગ્યો મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
  • બુધવારે સાંજે નવલખી મેદાનથી અહિંસા રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું.
  • 12.3 ફૂટ ઉંચી મહાવીર સ્વામીની પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું હતું.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા આજે તા. 14 એપ્રિલને ગુરુવારના રોજ પરમાત્મા મહાવીર સ્વામીના 2621મા જન્મ કલ્યાણકની વડોદરાના જૈનો દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. ગતરોજ અહિંસા રેલીએ નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે આજે સવારે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. અને સાંજે નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાવીર રંગ લાગ્યો મહોત્સવ યોજવામાં આવશે.

વડોદરા જૈન સંઘના પ્રમુખ રોહિત ભાવસાર અને મહાસંઘના ભાવેશ લોઢાયાના જણાવ્યા પ્રમાણે, પરમાત્મા મહાવીર સ્વામીના 2621મા જન્મ કલ્યાણ નિમિત્તે બુધવારે સાંજે 6.30 કલાકે નવલખી મેદાનથી અહિંસા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની 12.3 ફૂટ ઉંચી પ્રતિમાના નિહાળીને નગરજનો અભિભૂત થઈ ગયા હતાં. અહિંસા રેલીમાં 500 થી વધુ ટુ-વ્હિલર્સે આકર્ષણ જમાવ્યું હતું.

આજે ગુરુવારના રોજ સવારે માંડવી ટાવર અપના બજાર પાસેથી હાથી – ઘોડા – પાલખી સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં 15000 જેટલાં જૈનો જોડાયા હતાં. શોભાયાત્રા ન્યામંદિરથી રાવપુરા કોઠીપોળ જૈન સંઘ સુધી પહોંચી હતી. આ પ્રસંગે નગરજનોને 1.25 લાખ બુંદીના લાડુનો પ્રસાદ વિતરીત કરાયો હતો. તેમજ ઘરડાઘર, અનાથાશ્રમ, રક્તપિત્ત હોસ્પિટલ અને મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને પ્રસાદ વિતરીત કરાયો હતો.

ગુરુવારે સાંજે 7 કલાકે નવલખી મેદાન ખાતે મહાવીર રંગ લાગ્યો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેનાર છે. મહાવીર રંગ લાગ્યો મહોત્સવમાં પ્રસિદ્ધ ગાયકો દ્વારા ભક્તિરસની રંગત જમાવવામાં આવશે. ત્યારબાદ ચાલો, સૌ મેરૂ ગિરી જઈએના નેજા હેઠળ પરમાત્માનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. તેમજ હજારો દિવડાની મહાઆરતી કરવામાં આવશે.

(આજનો Funrang જોક)

રમણ – ભઈ મેં તો મારી બૈરીને ગુગલ ડાર્લિંગ કહેવાનું શરૂ કરી દીધું છે..

અમન – કેમ?

રમણ – એક સવાલ પુછો તો સો જવાબ આપે છે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *