- છેલ્લાં 10 વર્ષોથી કલોલના BT – 1 મોલમાં દુકાન રાખી ત્રણ મિત્રો પ્રભાકર નાગરે, શ્રીમંતો દાસ અને ભોલુ બંગાળી સોનાના દાગીના બનાવવાનો ધંધો કરતાં હતાં.
- બંધ દુકાનમાંથી પ્રભાકર નાગરેની લાશ મળી આવ્યા બાદ થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી.
- 15 લાખ રોકડા અને 600 ગ્રામ સોનાની લાલચે શ્રીમંતો દાસે પ્રભાકરને દુકાન પર દારૂ પીવા બોલાવ્યો હતો.
- શ્રીમંતો દાસે સોનાને ગાળવા માટે વપરાતું પોટાશ નામનું ઝેરી કેમિકલ દારૂમાં ભેળવીને પ્રભાકરને પીવડાવી દીધું હતું.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ગાંધીનગર । છેલ્લાં દસ વર્ષથી કલોકના BT – 1માં દુકાન રાખી કાચા સોનામાંથી દાગીના ઘડતાં ત્રણ મિત્રો પૈકીના પ્રભાકરની લાશ મળી આવ્યા બાદ થયેલી પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, રૂ. 15 લાખ રોકડા અને સોનાની લાલચે વિશ્વાસુ મિત્ર દ્વારા જ મિત્રને દારૂમાં ઝેરી કેમિકલ ભેળવીને રહેંસી નાંખ્યો હતો. કલોલ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા મિત્રને નાટ્યાત્મક ઢબે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 350 ગ્રામ સોનું અને 2.5 લાખ રૂપિયા રિકવર કર્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
પરપ્રાંતિય મિત્રો પ્રભાકર નાંગરે, શ્રીમંતો દાસ અને ભોલુ બંગાળી છેલ્લાં દસ વર્ષોથી કલોકના BT – 1 મોલમાં દુકાન ધરાવતાં હતાં. અને કાચા સોનાને ગાળી દાગીના બનાવવાનો વ્યવસાય કરતાં હતાં. કલોલના સોનીઓ આ ત્રણેય મિત્રોને દાગીના બનાવવાનું કામ આપતાં હતાં. દાગીના બનાવવા ઉપરાંત પ્રભાકર અમદાવાદથી સોનીઓ માટે કાચુ સોનું અને રૂપિયા લઈ આવવાનું કામ પણ કરી આપતો હતો.
કલોલના દસ જેટલાં સોનીઓના રૂ. 15 લાખ રોડકા તેમજ 600 ગ્રામ સોનું લઈને પ્રભાકર અમદાવાદથી પરત ફર્યો હતો. જોકે, બીજા દિવસે પ્રભાકર મળવા નહીં આવતાં સોનીઓ દ્વારા તેની શોધખોળ શરૂ કરાઈ હતી. પ્રભાકરને શોધવા દુકાને ગયેલા ભોલુ બંગાળીએ તેને શંકાસ્પદ હાલતમાં પડેલો જોયો હતો. જ્યારે ત્યાં હાજર શ્રીમંતોએ કહ્યું કે, પ્રભાકર દારૂ પી ગયો છે.
બાદમાં ભોલુ બંગાળીએ સોનીઓને જણાવ્યું હતું કે, પ્રભાકર મળી ગયો છે દુકાનમાં દારૂ પીને પડ્યો છે. આ જાણકારીને પગલે રાતના સમયે પ્રભાકરની પત્ની અને સોનીઓ BT – 1 મોલ ખાતેની દુકાન પર પહોંચ્યા હતાં. દરમિયાનમાં શ્રીમંતો દાસ દુકાનને તાળુ મારી નાસી છૂટ્યો હતો. દુકાન બંધ જોતાં સોનાના વેપારીઓએ પોલીસને બોલાવી હતી. પોલીસે શટરનું તાળું તોડીને દુકાનમાં જોતાં પ્રભાકર શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલો મળી આવ્યો હતો. જેને પગલે કલોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં નાટ્યત્મક ઢબે શ્રીમંતો દાસ પોલીસને મળી આવ્યો હતો. શ્રીમંતો દાસે પોલીસને જણાવ્યું કે, પ્રભાકર રોકડા રૂપિયા અને સોનું લઈને આવ્યો હોવાથી તે પડાવી લેવાની લાલચે તેને દુકાન પર બોલાવી દારૂ પીવડાવ્યો હતો. દારૂ પીતી વખતે પ્રભાકરના ગ્લાસમાં શ્રીમંતોએ સોનું ગાળવા માટે વપરાતુ પોટાશ નામનું ઝેરી કેમિકલ ભેળવી દીધું હતું.
ઝેરી કેમિકલયુક્ત દારૂના ઘૂંટ પીવાને કારણે પ્રભાકર તડફળિયા ખાતો મૃત્યુ પામ્યો હતો. બાદમાં શ્રીમંતો આશરે રૂ. 15 લાખ રોકડા અને 600 ગ્રામ સોનું લૂંટીને નાસી છૂટ્યો હતો. દુકાનેથી નિકળ્યા બાદ ડૉક્ટર મિત્રના ઘરે જઈ શ્રીમંતોએ ચોરીનો માલ ડૉક્ટરના માળીયામાં સંતાડ્યો હતો. પોલીસે શ્રીમંતો દાસને ઝડપી પાડી 350 ગ્રામ સોનું અને રૂ. અઢી લાખ રિકવર કર્યા છે.
સોનાના વેપારીઓએ પોલીસને રજૂઆત કરી હતી કે, પ્રભાકર પાસે રૂ. 15 લાખ રોકડા અને આશરે 600 ગ્રામ સોનું હતું. જોકે, પોલીસની દિશાહીન તપાસથી સોનીઓ અટવાઈ ગયા છે. કારણ કે, મૌખિક ધંધો કરતાં સોનીઓ પાસે પોલીસ માલ મત્તાનો પુરાવો માંગી રહી છે.
કલોલ DySP પી. ડી. મનવરના જણાવ્યા પ્રમાણે, પ્રભાકરની પત્નીની ફરિયાદને આધારે ગુનો નોંધી શ્રીમંતો દાસની ધરપકડ કરવામાં આવી છે. સોનાના અન્ય વેપારીઓની રજૂઆત અંગે પણ તપાસ કરવામાં આવશે.
(આજનો Funrang જોક)
(ચમન રડી રહ્યો હતો)
અમન – શું થયું કેમ રડે છે?
ચમન – અરે મેં ફોન એરોપ્લેન મોડ પર મૂક્યો છે, છતાં એ ઉડતો જ નથી.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz