Astha. નવરાત્રી દરમિયાન વ્યાપારવૃદ્ધિ, વિદ્યા પ્રાપ્તિ વગેરે પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક માર્ગદર્શક અને જ્યોતિષ વિદ્યાના જાણકાર ડો. કુંજન ઉપાધ્યાય દ્વારા માતાજીની આરાધનાના વિવિધ પ્રયોગો દર્શાવવામાં આવ્યા છે.
નવરાત્રીનાં પ્રયોગો કરવાના મુહૂર્ત – સવારે 6.30થી 8.00 । બપોરે 12.30 થી 1.30 । સાંજે 5.00 થી 8.00
માતાજીની આરાધનાના પ્રયોગ સવારે પૂર્વ દિશા અને સાંજે ઉત્તર દિશામાં કરવો.
જે જાતકને ફાઈનાન્શિયલ સમસ્યાઓ હોય તેમણે દીવાની વાટ ઉત્તર દિશામાં રાખવી.
જે જાતક પ્રગતિની ઇચ્છા ધરાવતો હોય તેમણે દીવાની વાટ – પૂર્વ દિશામાં રાખવી.
જે જાતક દેવામાંથી બહાર આવવા માંગતાં હોય તેમણે દીવાની વાટ – ઉત્તર દિશામાં રાખવી.
વ્યાપારવૃદ્ધિ, ધનસંપત્તિ માટેનો પ્રયોગ
શુભ મુહૂર્તમાં બાજઠ પર સફેદ કાપડ મૂકી તેના પર લક્ષ્મીજીના ફોટાની સાથે કુળદેવીનો ફોટો મૂકી સ્થાપના કરવી. ગાયના ઘીનો દીવો કરવો. માતાજીનો પ્રસાદ ધરાવવો. પૂજા કરવી વખતે પીળા, લાલા અથવા ગુલાબી વસ્ત્રો પહેરવા. નીચે જણાવ્યા મુજબ માળા કરવી. સ્ફટીકની માળા લેવી, તેના હોય તો રૂદ્રાક્ષની માળા પણ ચાલે.
- ॐ विष्णवे नम। – 1 માળા
- ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः। – 3 માળા
- ॐ नमो भगवते वासुदेवाय नमः। – 1 માળા
- ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। 1 માળા
કોઈપણ કાર્યની સફળતા માટે, નોકરી માટે અને વિદ્યા પ્રાપ્તિ માટેનો પ્રયોગ
ઉપરોક્ત મુહૂર્તમાં બાજઠ પર સફેદ રૂમાલ મુકી, તેના પર કુળદેવીનો ફોટો અથવા સરસ્વતી માતાનો ફોટો અથવા શંકર ભગવાનનો ફોટો મુકી સ્થાપના કરવી. નવ દિવસ પછી સારા કાર્ય માટે જાવ ત્યારે રૂમાલ સાથે રાખવો.
ગાયના ઘીનો દીવો કરવો, પ્રસાદ ધરાવવો. પૂજા કરતી વખતે પીળા, લાલ અથવા ગુલાબી વસ્ત્રો પહેરવા. નીચે મુજબની માળા કરવી.
- ॐ नमो भगवते वासुदेवाय नमः। – 1 માળા
- ॐ ह्रीं त्रीं हुं फट् – 1 માળા
- ॐ ॐ ऐं ह्रीं सरस्वत्यै ऐं नमः। – 1 માળા
સંતાન પ્રાપ્તિ માટેનો પ્રયોગ
ઉપરોક્ત મુહૂર્તમાં એક બાજઠ લેવો. તેના પર પીળું કાપડ મૂકી, તેના પર કૃષ્ણ ભગવવાનનો ફોટો મૂકી સ્થાપના કરવી. ગાયના ઘીનો દીવો કરવો. પ્રસાદ ધાવવો. પૂજા કરતી વખતે પીળા, લાલ અથવા ગુલાબી વસ્ત્રો પહેરવા. નીચે જણાવ્યા મુજબ માળા કરવી.
- ॐ क्लीं कृष्णाय नमः। 3 માળા
- ॐ देवकी नंदनाय विद्महे वासुदेवाय धीमहि, तंन्नो कृष्णं प्रचोदयात। 27 વાર
કોઈપણ સમસ્યામાંથી મુક્તિ માટેનો પ્રયોગ
નવરાત્રીના નવ દિવસ શંકર ભગવાનના મંદિરે જવું સંકલ્પ લેવો. કમળનું એક ફૂલ હાથમાં રાખી ॐ दुं दुर्गाय नमः ની એક માળા કરીને કમળનું ફૂલ માતાજીને ચઢાવી દેવું.
ત્યારબાદ શમીના 108 પાન લેવા, તેમાં 11 બાસમતી ચોખા ઉમેરવા, પોતાની સમસ્યા બોલવી અને श्री शिवाय नमस्तुभ्यम् ની ત્રણ માળા કરીને શિવલીંગ પર ચઢાવી દેવું.
શારીરિક, માનસિક તકલીફ માટેનો પ્રયોગ (શંકર ભગવાનના મંદિરે જઈને કરવો)
સામગ્રી – કાળા તલ, એક મરી, એક સફેદ ફૂલ, લાલ ગુલાબ
શંકર ભગવાનના મંદિરે જઈને સૌ પ્રથમ સંકલ્પ લેવો. (સંકલ્પ લેતી વખતે પોતાનું ગોત્ર બોલવું.) ત્યારબાદ નંદીના પગ પર પાણી ચઢાવવું. પોતાની તકલીફ બોલવી. ત્યારબાદ નીચેના મંત્ર કરવા
સૌ પ્રથમ ગણપતીનું ધ્યાન ધરવું. ત્યારબાદ સફેદ અથવા લાલ ફૂલ હાથમાં રાખીને જે તકલીફ હોય તે દૂર કરવા સંકલ્પ કરવો.
ત્યારબાદ નીચેની માળા કરવી.
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे – 1 માળા
ત્યારબાદ મરી અને કાળા તલ હાથમાં લઈને નીચેની માળા કરવી. માળા પૂરી થયા બાદ શિવલીંગ પર ચઢાવી દેવું. કાળી ચૌદશ સુધી આ પ્રયોગ કરવો.
ॐ नमः शिवाय