Astha.  નવરાત્રી માં આધ્યશક્તિની આરાધના દ્વારા જીવનની વિવિધ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે અહીં જણાવવામાં આવેલા પ્રયોગો કરવામાં આવે તો તેનું શભુફળ પ્રાપ્ત થાય છે, એમ આધ્યાત્મિક માર્ગદર્શક અને જ્યોતિષ વિદ્યાના જાણકાર ડો. કુંજન ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • નવરાત્રીના નવ દિવસ રોજ સંધ્યાકાળે ગાયના ઘીનો દીવો કરવો. તેમાં કપૂર અને લવીંગ મૂકીને કુળદેવીની પ્રાર્થના કરવી અને ઘરની આર્થિક તથા શારીરિક તકલીફ દૂર કરવા પ્રાર્થના કરવી.
  • જો કોઈ કામ થતાં અટકી જતું હોય તો, આ પ્રયોગ નવરાત્રીના પહેલા દિવસ (07-10)થી કાળી ચૌદશ (02-11) સુધી કરવો. કોઈપણ માતાજીના મંદિરે જવું. એક નાગરવેલનું પાન લેવું. તેમાં બે લવીંગ મુકવા પછી બીડું વાળીને મંદીરમાં મુકવું.
  • રાહુ, કેતુ, મંગળ અને શનિ માટે હનુમાનજીની નવ દિવસ આરાધના કરવાથી તકલીફ દૂર થાય છે.
  • રાહુ, કેતુ, મંગળ, શનિ માટે (કોઈપણ શારીરિક, માનસીક, દેવામુક્તિ માટે) પાપળાના પાન લેવા તેના પર સીંધુરમાં ચમેલીનું તેલ ઉમેરવું અને તેના વડે શ્રી રામ લખવું. પછી હાથમાં પાન રાખીને જે તકલીફ હોય તે બોલીને ત્રણવાર હનુમાન ચાલીસા કરવી. ત્યારબાદ હનુમાનજીના પગમાં પાન ચઢાવી દેવા. નવ દિવસ સળંગ પ્રયોગ કરવો.
  • કોર્ટ કેસ અથવા કોઈપણ મુશ્કેલી ભર્યા કામ માટે નવરાત્રીના નવ દિવસ 108 લવીંગ લેવા. તેની માળા બનાવવી. રોજ એ માળા હાથમાં રાખીને ॐ दुं दुर्गाय नमः ની ત્રણ માળા કરવી. આઠમના દિવસે એ માળા માતાજીને પહેરાવી દેવી. ત્યારબાદ દશેરાએ માળા લઈને પોતાની પાસે અથવા ઘરમાં સ્વચ્છ જગ્યાએ રાખવી. કોઈપણ મુશ્કેલીભર્યા કાર્ય માટે જાવ તો તેમાંથી એક લવીંગ ખાઈને જવું. આ માળામાંથી એક લવીંગ લઈ તેને કપુરથી પ્રગટાવી, તેનો ચાંદલો કરીને જવાથી પણ સફળતા પ્રાપ્ત થાય છે.
  • સુખ સંપત્તિ માટે નવરાત્રીના નવ દિવસ માતાજીને અત્તર અર્પણ કરવું. ત્યારબાદ વધેલું અત્તર પોતાની પાસે રાખવું. સારા કામ માટે જતી વખતે અત્તર લગાવીને જવું.
  • કોઈપણ શારીરિક તકલીફ માટે નવરાત્રીના નવ દિવસ પ્રસાદમાં માતાજીને મધ અર્પણ કરવું. ત્યારબાદ વધેલું મધ પોતાની પાસે રાખવું. ત્યારબાદ રોજ એ મધમાંથી એક ટીપું સવારે ખાઈને જવું. (એ મધ આખું વર્ષ ચલાવવું)
  • કોઈપણ કાર્યની સફળતા માટે અથવા સરકારી કોઈપણ કાર્ય ના પતે ત્યારે, આ પ્રયોગ નવરાત્રીના નવ દિવસ કરવો. નાગરવેલના 11 પાન લેવા, પછી તેને હાથમાં રાખીને સંકલ્પ કરવો. નીચેનો મંત્ર બોલીને માતાજીના ચરણમાં અર્પણ કરવું. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते।
  • નવરાત્રીમાં રોજ સવારે રામ રક્ષાસ્ત્રોત્રનો પાઠ કરવાથી શારીરિક તકલીફ દૂર થાય છે.
  • જ્યારે દરેક કાર્યમાંત તકલીફ પડતી હોય ત્યારે સફળતા માટે સપ્તશ્લોકી દુર્ગા, ભૈરવાષ્ટકમ્, બજરંગબાણ આ ત્રણેયના ત્રણ પાઠ આખી નવરાત્રી રોજ સંધ્યાકાળે કરવાં.
  • ઉઘરાણી ફસાઈ ગઈ હોય અથવા તો દેવું વધી ગયું હોય તો, નવ દિવસ માતાજીની સામે એક દીવો કરવો, ત્યારબાદ એક લાલ કાપડમાં સવા કીલો મસૂરની દાળ મૂકી રાખવી. ત્યારબાદ ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ની એક માળા કરવી. પ્રત્યેક મંત્ર ઉચ્ચારીને ગુલાબની એક પાંદડી ભગવાનને ચઢાવવી, 108 ગુલાબની પાંદડી ભગવાન પર ચઢાવવી. છેલ્લા દિવસે પાંદડીઓ પાણીમાં પધરાવી દેવી અને મસૂરની દાળ કોઈપણ સફાઈ કર્મચારીને આપી દેવી.
  • દેવામુક્તિ માટે નવરાત્રીના પહેલા દિવસથી કાળી ચૌદશ સુધી કોઈપણ ઝાડ પાસે લોટ અને દળેલી ખાંડ ભેગી કરીને ચારે બાજુ ભભરાવવી.
  • સમૃદ્ધિ માટે નવરાત્રીમાં નવ દિવસ કોઈપણ કુમારીકા, બહેન, મા, દીકરી અથવા પત્નીને કોઈપણ વસ્તુ ઉપહાર આપવી.
  • નવરાત્રીના નવ દિવસ કાળા તલ, કાચુ દૂધ શંકર ભગવાનને ચઢાવવું. તેનાથી શારીરિક તકલીફ અને નોકરીમાં તકલીફ હોય તો દૂર થાય છે.
  • જો ઘરમાં કંકાસ રહેતો હોય તો બે સાવરણી લેવી, તેના પર લીલો દોરો બાંધીને નૈઋત્ય દિશામાં મુકી દેવી અને કાળી ચૌદશે ચાર રસ્તે મૂકી આવવી.
  • કોઈપણ સમસ્યા વધતી હોય તો એક રોટલી, ઘી, ગોળ રોજ ગાયને ખવડાવવી.
  • ઘરમાં, દુકાનમાં અથવા ફેક્ટરીમાં વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા માટે સીંદુરમાં ચમેલીનું તેલ અથવા તલનું તેલ ભેગું કરી દેવું. ત્યારબાદ વાક બારસ (વાઘ બારસ) સુધી ઉંબરાની બંને બાજુએ સાથીયા કરવા.
  • જેના લગ્ન થતાં ના હોય તેને સ્નાન કરતી વખતે ડોલમાં હળદર નાંખીને તેનાથી સ્નાન કરવું. એક પીળા કાપડમાં હળદરની ગાંઠના નવ ટુકડા કરવા, ત્યારબાદ નવરાત્રીના નવ દિવસ માતાજી પાસે ॐ ऐं श्रीं ની ત્રણ માળા કરવી, પછી તે પોટલી ઘરના વાયવ્ય ખૂણામાં મુકવી.

#Vadodara #Funrangnews #Navaratri #Mataji #Astha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *