- ભારતી આશ્રમમાં સંપત્તિના વિવાદને પગલે ગત 30 એપ્રિલે સ્વામી હરિહરાનંદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા હતાં.
- વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સ્વામી હરિહરાનંદની બંધ બારણે પુછપરછ હાથ ધરી.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । સોખડા હરીધામની સંપત્તિના વિખવાદ બાદ ગત તા. 30 એપ્રિલે ભારતી બાપુના આશ્રમનો વિવાદ સપાટી પર આવ્યો હતો. આશ્રમને શરમજનક સ્થિતિમાં મુકતાં આ પ્રકરણમાં વિવાદીત વિડીયો વાઈરલ કર્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ ગયેલા સ્વામી હરિહરાનંદ ચાર દિવસ બાદ નાશિકથી મળી આવ્યા હતાં. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સ્વામી હરિહરાનંદની બંધબારણે પુછપરછ હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત શ્રી ભારતી આશ્રમના પરમેશ્વર ભારતી દ્વારા વડોદરાના વાડી પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ તા. 30 એપ્રિલ 2022ના રોજ બપોરના સમયે મેડિકલ ચેકઅપ કરાવવા માટે અમદાવાદ જવા નિકળ્યા હતાં. અમદાવાદથી ચેકઅપ કરાવી તેઓ સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં પરત આશ્રમ આવવા નિકળ્યા હતાં.
દરમિયાનમાં વડોદરાની કપુરાઈ ચોકડી પાસે આવેલા રૂદ્રાક્ષ હાઈટ્સમાં રહેતા સેવક રાકેશ રસિક ડોડીયાના ઘરે તેમણે રાત્રી ભોજન કર્યું હતું. બાદમાં સ્વામી હરિહરાનંદે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે શિષ્ય કાળુ ભારતીને મળવાની ઇચ્છા વ્યક્ત કરતાં, આશરે સાડા નવ વાગ્યાના અરસામાં સેવક રાકેશ ડોડીયા તેઓને કપુરાઈ ચોકડી પાસેની પોલીસ ચેકપોસ્ટ પાછળ આવેલી હનુમાન દાદાની દેરીએ ઉતાર્યા હતાં.
તા. 1 મે 2022ના રોજ સવારે 10 વાગ્યા સુધી સ્વામી આશ્રમ પર પરત નહીં આવતાં તેમના વિશે જાણવા કાળુ ભારતીને ફોન કરવામાં આવ્યો હતો. જોકે, કાળુ ભારતીએ જણાવ્યું કે, સ્વામી હરિહરાનંદ તેમને મળવા આવ્યા જ નથી. બીજી તરફ રાકેશ ડોડિયાએ જણાવ્યું કે, બાપુને હનુમાનદાદાની દેરી પાસે ઉતારીને તેઓ પરત ઘરે જતાં રહ્યા હતાં. બાદમાં સ્વામી હરિહરાનંદ અંગે વિવિધ આશ્રમોમાં શોધખોળ કરવામાં આવી હતી. જોકે, તેઓનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
બીજી તરફ, ભારતી આશ્રમ સરખેજના વિવાદ અંગેનો સ્વામી હરિહરાનંદનો વિડીયો વાઈરલ થયો હતો. જેમાં તેમણે ખોટું વિલ બનાવવામાં આવ્યું હોવાના મુદ્દે કંટાળીને બધુ છોડીને નિકળી જઉં છું એવી વાત તેમણે કરી હતી.
વાડી પોલીસ મથકમાં નોંધાયેલી અરજીને આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5 ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. કપુરાઈ ચોકડી પાસે પગપાળા જઈ રહેલા સ્વામીજીની સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી હતી. તેમજ સ્વામી અંગે માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાનમાં સ્વામી હરિહરાનંદના એક સેવકે તેમની ભાળ મેળવી લીધી હતી.
સ્વામીજી નાશિક હોવાની વિગતો સેવકને મળતાં જ તેઓને વડોદરા લાવવામાં આવ્યા હતાં. હાલના તબક્કે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્વામી હરિહરાનંદની બંધ બારણે પુછપરછ શરૂ કરવામાં આવી છે. વિશ્વાસઘાત થયો હોવા અંગેના પુરાવાઓ સ્વામી હરિહરાનંદ રજૂ કરશે તો એ દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે.
(આજનો Funrang જોક)
પતિ તૈયાર થઈને બહાર નીકળતો હતો ત્યાં પત્નીએ છીંક ખાધી..
પતિ નારાજ થઈને બોલ્યો: “થોડી મોડી ખાધી હોત તો? આપણને બેયને અપશુકન થયા”
પત્ની – “બેયને કેમ? ન સમજાયું.”
પતિ – “વેકેશનમાં તમારે પિયર જવાનું છે ને! તે ટિકિટ લેવા જતો હતો”
પત્ની હજુ વિચારે છે કે એમાં બેયને અપશુકનની વાત ક્યાં આવી?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz