- શનિવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ક્વિન્સલેન્ડ ખાતે સર્જાયો અકસ્માત.
- 46 વર્ષિય એન્ડ્રુ કાર પૂરઝડપે હંકારી રહ્યો હતો જેને કારણે સર્જાયો ગમખ્વાર અકસ્માત.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
સ્પોટ્સ । શનિવારે રાત્રે પૂરઝડપે કાર હંકારીને જઈ રહેલા પૂર્વ ઓસ્ટ્રોલિયન ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું અકસ્માતને પગલે દુઃખદ નિધન થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે રોડ માર્શ, શેન વોર્ન બાદ ત્રીજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું મોત નિપજ્યું છે.
ઓસ્ટ્રેલિયન મિડીયાના અહેવાલો અનુસાર, એન્ડ્રુ શનિવારે રાત્રે કાર હંકારીને જઈ રહ્યો હતો, દરમિયાનમાં સાડા દસ વાગ્યાના અરસામાં ક્વિન્સલેન્ડના ટાઉન્સવિલેથી 50 કિમી દૂર હર્વે રેન્જમાં તેણે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે સર્જાયેલા અકસ્માતમાં એન્ડ્રુને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં દોડી આવેલા બચાવ કર્મીઓએ એન્ડ્રુને બચાવવાના પ્રયાસ કર્યા હતાં. જોકે, ગંભીર ઈજાઓને કારણે તેનું નિધન થયું હતું. એન્ડ્રુના નિધનના સમાચારને પગલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સહિત સમગ્ર વિશ્વના ક્રિકેટ પ્રેમીઓમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ડ્રુએ 26 ટેસ્ટ, 108 વન ડે અને 14 ટી20 રમી હતી. તેમજ એન્ડ્રુ આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી 39 મેચ રમ્યો હતો. 9 જૂન 1975ના રોજ જન્મેલા એન્ડ્રુના મૃત્યુને પગલે એડમ ગિલક્રિસ્ટ, માર્ક ટેલર વગેરેએ સોશિયલ મિડીયામાં શોક વ્યક્ત કર્યો હતો.
(આજનો Funrang જોક)
સાલું હવે તો એટલી બધી ગરમી વઘી ગઈ છે, કે ના પૂછો વાત.
કાલે રાત્રે એક મચ્છર મારા રૂમની બારીએ આવીને રડતા રડતા બોલ્યું,
ભાઈ, હું તને નઈ કરડું, બસ મને AC વાળા રૂમ માં આવવા દે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz