• માસ્ક પહેરી પહેલી ઇન્ટરનેશનલ લૂંટમાં ભાગ લેવા ચાહકોમાં ભારે ઉમળકો.
  • 29મી ઓક્ટોબરથી શરૂ થતી ‘Money Heist Experience’ ટૂરની ટિકીટનો ભાવ 44 ડોલર

funrang. નેટફ્લિક્સની ખૂબ વખણાયેલી વેબસિરીઝ Money Heistની માફક, ચાહકોને લૂંટનો અનુભવ આપવાના આશય સાથે  તા. 29 ઓક્ટોબરથી ‘Money Heist Experience’ ની શરૂઆત થઈ રહી છે. જેમાં ભાગ લેનાર ચાહકોને લૂંટની યોજના બનાવવાથી માંડી, સફળતાપૂર્વક છુટકારો મેળવવા સુધીની ટાસ્ક પૂરી કરવાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત થશે. ‘Money Heist Experience’ ટૂરનો પ્રારંભ મિયામી ખાતેથી થઈ રહ્યો છે અને એ તબક્કાવાર લંડન, મેક્સિકો સિટી, પેરી અને ન્યૂયોર્ક ખાતે પહોંચશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે 44 ડોલરની ટિકીટ રાખવામાં આવી છે. અને ચાહકો ઉમળકાભેર ટિકીટ ખરીદી રહ્યાં છે.

વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય વેબસિરીઝ શો Money Heist અને ટૂરિઝમ, કલા, મનોરંજન માટે વિશ્વભરમાં જાણીતાં મિયામી બંનેના સુભગ સંયોગને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સ દ્વારા ટૂરનો પ્રારંભ મિયામીથી કરવામાં આવી રહ્યો છે.

‘Money Heist Experience’ અંતર્ગત તા. 29 ઓક્ટોબરના રોજ ટૂરનો પ્રારંભ મિયામીના જાણીતા એલફ્રેડ એ. ડુપોન્ટ બિલ્ડીંગ ખાતે થવાનો છે. ડુપોન્ટ બિલ્ડીંગના સત્તાવાર નિવેદન અનુસાર, ઓડિયન્સ ડુપોન્ટ બિલ્ડીંગને બેન્ક તરીકે લૂંટવાનો પ્રયાસ કરશે. સાથે બિલ્ડીંગના ઇતિહાસને પણ જાણશે.

બિલ્ડીંગના 17મા માળે આવેલાં ભવ્ય બોલરૂમ, આરસની દિવાલો અને સુશોભિત લોખંડના દરવાજા છે. મની હેસ્ટમાં લિસ્બોઆનું પાત્ર ભજવનાર ઇત્ઝિયાર ઇટુનો ઓડિયન્સમાંથી લૂંટારાઓની ગેન્ગમાં ભરતી કરશે. ત્યારબાદ શ્રેણી આધારિત નવી લૂંટની વાર્તા દર્શાવવામાં આવશે. બિલ્ડીંગની તિજોરીમાં ઘુસણખોરી કરવા માટે પ્રોફેસરની યોજનાને સૌ અનુસરશે. લૂંટને અંતે ઓડિયન્સને એપેટાઈઝર, મર્ચેન્ડાઈઝ અને કસ્ટમ કોકટેલ થી આધારિત બારમાં અટકાવવામાં આવશે.

હાલના તબક્કે મિયામી અને ન્યૂયોર્ક ખાતેની ટિકીટ 44 ડોલરમાં પ્રાપ્ત થઈ રહી છે.

#Entertainment #Funrangnews #MoneyHeistExperience # MoneyHeist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *