• વડોદરાના ગીતા મંદિર પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન.
  • પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા પાંચ માસમાં 43 વખત ભાવ વધારો.
  • કેન્દ્ર સરકારે 7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડિઝલ પર 820 ટકાનો એક્સાઇઝ વધારો કર્યો હોવાનો કોંગ્રેસ આક્ષેપ

FunRang. પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો પ્રજાજનોને દઝાડી – રંજાડી રહ્યો છે ત્યારે શહેરમાં 100 રૂપિયે લિટરના ભાવે પહોંચેલા પેટ્રોલની આ ઉપલબ્ધીને જાણે વધાવતાં હોય તેવા વક્રતા સાથે વડોદરા કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરાના ગીતામંદિર પેટ્રોલ પંપ ખાતે 100 લખેલી કેક કાપવા સાથે મોદી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ, પ્રવક્તા અમિત ઘોટીકરના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેરમાં પેટ્રોલનો ભાવ આજે 100 રૂ ની ઐતીહાસિક સપાટી વટાવી ચૂક્યો છે ત્યારે પ્રભારી અમરર ઢોમસે, વોર્ડ પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટ, જાવેદ ધુપેલવાળા, રાહીલ સોલંકી, વિષ્ણુ કહાર વગેરે દ્વારા ગીતામંદીર પેટ્રોલ પંપ ખાતે રૂ. 100 લખેલી કેક કાપવામાં આવી હતી. તેમજ પોસ્ટરો અને બેનરો દ્વારા ભાવ વધારાનો વિરોધ વ્યક્ત કરાયો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે કોંગ્રેસ આજે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરશે. કોંગ્રેસ પેટ્રોલ ડીઝલ એક્સાઇઝમાં ઘટાડો કરી જનતાને રાહત આપવાની માંગ કરશે  કેન્દ્ર સરકારે 7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડિઝલ પર 820 ટકાનો એક્સાઇઝ વધારો કર્યો હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે સાથે જ કેન્દ્ર સરકારે એક્સાઇઝ પર વધારાથી 21 લાખ કરોડ સેરવી લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 13 માસમાં પેટ્રોલમાં રૂ.25.72 અને ડીઝલમાં રૂ.27.93 નો ધરખમ વધારો થયો છે. જેને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે.

વાડી પોલીસ સ્ટેશન દ્વારા અમિત ઘોટીકર, અમર ઢોમસે અને તીર્થ બ્રહ્મભટ્ટ ની ધરપકડ કરી હતી.

#Funrangnews #Vadodracongress #petrol #rates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *