- સૂર્ય, મંગળ અને બુધનું કન્યા રાશિમાં ગોચરને પગલે ધન રાશિના જાતકોને થશે લાભ
funrang. હાલના સમયમાં સૂર્ય, મંગળ અને બુધ કન્યા રાશિમાં વિરાજીત છે. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા ગણવામાં આવે છે. ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌય, ગતિશીલતા અને જીવન શક્તિના કારક ગ્રહ મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. જ્યારે, બુધને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રનો કારક ગ્રહ કહેવાય છે. સૂર્ય, મંગળ અને બુધ હાલમાં એક જ રાશિમાં વિરાજીત હોવાને પગલે ધન રાશિના જાતકો માટે શુભ પરિણામ દાયક કહી શકાય છે.
કન્યા રાશિમાં રહેલા સૂર્ય, મંગળ અને બુધ ગ્રહ ધન રાશિના જાતકો માટે કેવો રહેશે આ સમય, આવો જાણીએ.
- આ સમયમાં ધન રાશિના જાતકોની કાર્યક્ષેત્રે પ્રશંસા થાય.
- જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય.
- ધનલાભ થાય, જેના કારણે આર્થિક પક્ષ મજબૂત થાય.
- કાર્યોમાં સફળતાના યોગ બનશે.
- નોકરી અને વેપાર માટે આ સમય ચમત્કારીક રહેશે.
- ભાગ્યોદય થવાની પૂરી શક્યતા છે.
- પારિવારીક જીવન સુખમય રહેશે.
- માન – સન્માન અને પદ – પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ સર્જાય.
- રોકાણ કરવાથી લાભ થાય.
(ઉપરોક્ત માહિતી સંપૂર્ણ સત્ય અને સચોટ હોવાનો અમારો કોઈ દાવો નથી કરતાં. સચોટ જાણકારી પ્રાપ્ત કરવા માટે આ ક્ષેત્રના જાણકાર વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેશો.)
#Jyotish #Funrangnews #surya #Mangal