ઉડતી બાઈક બનાવવાની કામગીરી કરી રહ્યું છે Jetpack Aviation

funrang. ફિલ્મોમાં જોવા મળતી ઉડવાવાળી બાઈક વૈજ્ઞાનિક કલ્પના નહીં, પરંતુ નજીકના ભવિષ્યમાં વાસ્તવિકતાનો આકાર ધારણ કરી શકે છે. Jetpack Aviation દ્વારા પહેલી જેટથી ઉડવાવાળી મોટરસાઇકલના પ્રોટોટાઈપનો પહેલો સફળ ટેસ્ટ કરાયો હોવાની જાહેરાત કરાઈ છે. The Speeder નામની ઉડતી મોટરસાઇકલ માટે કંપની દ્વારા વિશેષ ફ્લાઈટ – કંટ્રોલ સોફ્ટવેર પ્રોગ્રામ તૈયાર કરાયો છે, જેના થકી થ્રસ્ટ એડજસ્ટ થાય છે. લગભગ દોઢ વર્ષમાં એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જે હવામાં મોટરસાઈકલને સંતુલન પુરું પાડે છે.

The Speeder મોટરસાઈકલ સીધે સીધું ટેક ઓફ અને લેંડિંગ કરે છે. જેના માટે મોટરસાઈકલને એક કાર જેટલી જગ્યાની જરૂરત પડે છે. મહત્વની વાત છે કે મોટરસાઈકલ એની જાતે ઉડી શકે તે રીતે પ્રોગ્રામ પણ કરી શકાય છે. કંપનીના CEO ડેવિડ મેનને રોબ રિપોર્ટને જણાવ્યા પ્રમાણે The Speederનું એક અલ્ટ્રાલાઈટ વર્ઝન બે વર્ષમાં તૈયાર કરી શકીએ છીએ. જેમાં પાઈલટને લાઈસન્સની જરૂર નહીં પડે. અલ્ટ્રાલાઈટ વર્ઝની સ્પિડ 60 મીલ પ્રતિ કલાક અને ફ્લાઈટ ટાઈમ 15 મિનિટ રહેશે.

જ્યારે અન્ય એક્સપરિમેન્ટલ વર્ઝન માટે પાઈલટ લાઈસન્સની આવશ્યકતા રહેશે. તેની સ્પિડ 250 મીલ પ્રતિ કલાક અને ફ્લાઈટ ટાઈમ 35 મિનીટનો રહેશે. એના ફાઈનલ વર્ઝનમાં 8 ટર્બાઈન હશે. એ મોટરસાઈકલ 272 કિલો વજન પણ ઉપાડી શકશે. તેમાં હેડ કંટ્રોલ, 12 ઇંચની નેવિગેશન સ્ક્રિન અને રેડિયો સિસ્ટમ પણ હશે.

The Speeder 2.0 ના પ્રોટોટાઈપનું વધું ટેસ્ટિંગ 2022થી શરૂ થશે. Jetpack દ્વારા Prometheus Fuels સાથે ડીલ પણ કરવામાં આવી છે, જેમાં 100 ટકા જીરો નેટ કાર્બન ઇંધણનો ઉપયોગ થશે. જો આ મોટરસાઈકલ ખરેખર સફળ થાય છે તો વાહનવ્યવહારની દુનિયામાં ક્રાંતિકારી બદલાવ આવી શકે છે.

#Funrangnews #flyingbike # Speeder #jetpack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *