વિચાર આવ્યો …. મારે પણ ચાર્ટર પ્લેન ભાડે કરવું છે…. કેટલા થાય ??
😯 મહારાષ્ટ્ર ના જે ધારાસભ્યોએ સુરત થી આસામ સુધી ભાડા ના ખાસ વિમાન માં જે યાત્રા કરી એ વિમાન ને ચાર્ટર વિમાન કહેવાય
😯 આ વિમાન 20 થી 40 પ્રવાસી ને લઈ જઈ શકે છે , નેતા અભિનેતા અભિનેત્રી અને અબજોપતિ લોકો પાસે પોતાના આવા વિમાન હોય છે
😯 ઊડતી પાંચ સિતારા હોટેલ જ સમજી લો
ટી વી પર પેલા કોટ સૂટ પહેરી ને બેઠેલા ભાઈ ઓ બહનો એ જે કાગારોળ મારી મૂકી છે તો અમને વિચાર આવ્યો કે લાવો ને ત્યારે આપણે પણ કેટલું ભાડું થાય એ તપાસ તો કરીયે
એટલે આપણે તો ગુગલબાબા ને થોડા છંછેડયા અને જે પરિમાણ મળ્યું જોવા તો અમારી તો આંખો સામે અંધારા આવી ગયા,
આપણે પાછું એક જણ નું ભાડું જાણવા કરતાં 20 જણ ને લઈ જવા હોય એવો અભરખો રાખી ને તપાસ આગળ વધારી.અને પછી જે પરિણામ આવ્યું એ જોઈ ને તો તમ્મર ચઢી ગયા.
આ જે પેલા 40 જેટલા ધારાસભ્યોએ જે ઉડાન લીધી સુરત થી આસામ સુધી એ ના કેટલા થયા હશે એ વિચારી જોજો ~!
આશરે 55 લાખ રૂપિયા 20 જણ ના, બીજા તો કેટલા અલગ અલગ ચાર્જિસ હશે વિચારો વિચારો. આ ધારાસભ્યોએ સરખે ભાગે ખર્ચો કર્યો હશે ??
#FunRang #ગુજરાત