જરૂરી સૂચના: આ ફોટો ક્યાં નો છે એની માથા કૂટ માં પડવા ની જરૂર નથી== આપણાં દેશ નો જ છે
અને હવે અતિ જરૂરી સૂચના
- સરકાર આમ નથી કરી શકતી અને તેમ નથી કરી શકતી એવું ડહાપણ જ્ઞાન ધરાવતાં આપણાં માં ના જ ચતુર લોકો રોડ પર એમનો ગંદવાડો ફેંકતા પેહલા વિચારે એ જ આશય સાથે આ લેખ લખ્યો છે !
- બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ છે 😛
આજે ઇન્ટરનેટ કેટલું શક્તિશાળી છે એનો એક અનોખો નમૂનો જોવા મળ્યો —
ટીકટોક કે એના જેવા જ અસંખ્ય app પર ધડ માથા વગર ના વિડિયો અને પોતાના અહંકાર ને પોષતી insta અને fb અને snapchat પર ની post કરતાં આવા કોઈ પ્રયત્ન કરતું દેખાય તો લાગે કે હજુ ક્યાંક ક્યાંક માણસાઈ બચી છે !
આપણાં પડોસી દેશ માં ના જ એક દેશ માં એક પ્રેમી પંખિડા ઓ એ ઇન્ટરનેટ નો સાચો ઉપયોગ કર્યો,
આપણાં શહેરો ની બહાર જે કચરા ના ઢગલા નહીં પણ પહાડ દેખાતા અને ગંધાતા હોય છે
એવા જ એક પહાડ પર આ પ્રેમી પંખિડા એ એક લંચ એટ્લે કે જમવાનો કાર્યક્રમ ગોઠવ્યો
આ કરવા પાછળ નો એમનો ઉદેશ આખી દુનિયા ને એક સટ્ટાક તમાચો મારી ને પોતાની જવાબદારી નું ભાન કરાવવાનું હતું કે જો આજે આપણે નહીં ચેતીએ તો આગળ ના વર્ષો માં માણસજાત ને આ દિવસો જોવા નો વારો આવશે !