- અમિતાભ બચ્ચને રવિવારે રાત્રે બ્લોગ પોસ્ટ કરી પાન મસાલા બ્રાન્ડ સાથે કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો હોવાની જાહેરાત કરી.
- પ્રમોશન માટે લીધેલી રકમ પણ પરત કરી દીધી.
funrang. BigB અમિતાભ બચ્ચને જાણે પોતાના જન્મદિવસ પૂર્વે પોતાના ચાહકોને રિટર્ન ગિફ્ટ આપી હોય એમ જાહેરાત કરી છે કે, હું હવે પાન મસાલા બ્રાન્ડનાં પ્રમોશન સાથે જોડાયેલો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અંગે રવિવારે રાત્રે અમિતાભ બચ્ચન દ્વારા બ્લોગ પોસ્ટ કરવામાં આવી હતી.
અમિતભા બચ્ચન દ્વારા પાન મસાલા બ્રાન્ડનું પ્રમોશન કરવામાં આવતાં અનેક ચાહકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. ગયા મહિને નેશનલ ટૉબેકો એન્ટિ-ટૉબેકો ઓર્ગેનાઈઝેશન દ્વારા અમિતાભ બચ્ચનને જાહેર અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પાન મસાલા બ્રાન્ડનું પ્રમોશન કરવામાંથી અલિપ્ત રહે.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
જ્યારે એક ચાહકે સોશિયલ મિડીયા પર અમિતાભ બચ્ચનને પુછ્યું હતું કે, તેમણે પાન મસાલાની બ્રાન્ડનું પ્રમોશન કરવાનું શા માટે પસંદ કર્યું? જેના ઉત્તરમાં બીગબીએ માફી માંગતાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ કોઈ વ્યવસાયમાં સારું કાર્ય કરી રહ્યું હોય તો કોઈએ એવું વિચારવું જોઈએ નહીં કે, આપણે તેની સાથે શા માટે જોડાઈ રહ્યાં છીએ. હા, જો કોઈ વ્યવસાય છે, તો તેમાં આપણે આપણાં વ્યવસાય વિશે પણ વિચારવું જ પડે. હવે આપને લાગે છે કે મારે આ ન કરવું જોઈતું હતું. પણ, હા મને આ કામ કરીને પૈસા પણ મળે છે. ઘણાં લોકો છે જે ઇન્ડસ્ટ્રીમાં આ કામ કરી રહ્યાં છે.
પાન મસાલા બ્રાન્ડના પ્રમોશન કરવા અંગે ચાહકોની નારાજગીને પગલે અમિતાભ બચ્ચન દ્વારા તા. 11 ઓક્ટોબરના રોજ તેમના જન્મ દિવસ પૂર્વે રવિવારે રાત્રે બ્લોગ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, હવે અમિતાભ બચ્ચન પાન મસાલા બ્રાન્ડના પ્રમોશન સાથે જોડાયેલા નથી. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને બ્રાન્ડના સંચાલકોનો સંપર્ક કર્યો હતો અને ગયા સપ્તાહે જ તેનાથી અલગ થઈ ગયા હતાં. તેઓ આ બ્રાન્ડ સાથે જોડાયા ત્યારે તેમને ખબર નહોતી કે, આ જાહેરાત પ્રતિબંધીત ચીજવસ્તુ સાથે સંકળાયેલી જાહેરાત હેઠળ આવે છે. અમિતાભ બચ્ચને આ કરાર સમાપ્ત કરી દીધો છે અને પ્રમોશન માટે મળેલી રકમ પણ પરત કરી દીધી છે.
#Funrangnews #Entertainment #amitabhbachchan #BigB