Funrang. કેન્દ્રિય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ ગત રોજ કલાનગર વડોદરાના ગરબાનો આનંદ માણ્યો હતો.

(અશ્વિનીકુમારનું પુષ્પગુચ્છથી સ્વાગત કરતાં ડૉ. વિજય શાહ)

કેવડીયા ખાતે યોજાયેલા કાર્યક્રમ મા હાજરી આપવા આવેલા વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી અશ્વિનીકુમાર ચૌબે એ ગત તારીખ 10/10/2021 ના રોજ વડોદરા મુકામે રાત્રી રોકાણ કર્યુ હતુ તેઓ રાત્રે 10 વાગે તેઓના પરીવાર સાથે શહેર મા યોજાઈ રહેલા શેરી ગરબા ની મુલાકાત લીધી હતી.ન્યાય મંદિર પાસે ના તાડ ફળીયા સ્થિત શેરી ગરબા તથા અજીત નગર અકોટા પાસે ના યુગ શકિત શેરી ગરબામા પરીવાર સાથે પહોચ્યા હતાં.  તેઓ સાથે શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય સીમાબેન મોહિલે તથા અન્ય પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

#Funrangnews #GujaratState

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *