- શું ઘર ખરીદવાનું હુસૈનનું સપનું પુરુ થશે?
- આ સિઝનની પહેલી કરોડપતિ બની હતી આગરાની હિમાની બુંદેલા
funrang. કોન બનેગા કરોડપતિ (KBC) સિઝન 13ની પહેલી કરોડપતિ બની હતી આગરાની હિમાની બુંદેલા. શિક્ષકા હિમાની જ્યારે 15 વર્ષની હતી ત્યારે એક દુર્ઘટનામાં તેની દ્રષ્ટી જતી રહી હતી. કે, કેબીસીમાં તેણે જબરદસ્ત જવાબો આપીને જીત મેળવી હતી. અમિતાભ બચ્ચને તેની રમતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
(Sony TVનો ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલો પ્રોમો જોવા નીચેની તસવીર પર ક્લિક કરો.)
હિમાની બાદ શું આજે રાત્રે કેબીસી-13ને બીજો કરોડપતિ વિજેતા મળશે ખરો? એનો જવાબ તો આજે રાત્રે 9 વાગ્યા બાદ જાણવા મળશે. પરંતુ, સોની ટીવી (Sony TV) ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. સાથે લખવામાં આવ્યું છે કે, જુઓ કેવી રીતે અમારા પ્રતિયોગી હુસૈન પોતાની મહેનતથી 50 લાખ રૂપિયા જીતી લે છે. પણ શું હવે એ એક કરોડના સવાલનો સાચો ઉત્તર આપી શકશે?
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
સોની ટીવી દ્વારા શેર કરાયેલા પ્રોમો વિડીયોમાં અમિતાભ બચ્ચનની સામે હૉટ સીટ પર બેઠેલા સ્પર્ધક હુસૈનને જ્યારે 50 લાખનો પ્રશ્ન અમિતાભ બચ્ચન પુછે છે ત્યારે તેઓ એનો સાચો જવાબ આપીને 50 લાખ રૂપિયા જીતી લે છે. આજના એપિસોડમાં અમિતાભ બચ્ચન હુસૈનને એક કરોડ રૂપિયાનો પ્રશ્ન પુછશે.
હુસૈનનું સપનું છે કે કેબીસીમાંથી જીતેલી રકમમાંથી પરિવાર માટે એક ઘર ખરીદશે. જો હુસૈન એક કરોડ રૂપિયા જીતી જશે તો તેઓ ઘર ખરીદવાનું સપનું પુરી કરી શકશે.
#Funrangnews #Entertainment #amitabhbachchan #KBC13