- બાળકોના વેક્સિનેશનમાં એક મહિના જેટલો સમય લાગી શકે.
- સરકારી હોસ્પિટલ્સમાં વેક્સિન નિઃશુલ્ક અપાશે.
FunRang. કોવિડ સંક્રમણથી બાળકોને બચાવવા માટે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 2 થી 18 વર્ષ સુધીના બાળકોને કોવેક્સીન આપવાની મંજૂરી આપી દીધી છે.
હાલ રાજ્યમાં ઓનલાઈનની સાથે ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. આ સંજોગોમાં વાલીઓમાં બાળકોને કોરોના સંક્રમણ તો નહીં લાગે ને? તે અંગે ચિંતા પ્રવર્તી રહી હતી. ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાળકો માટે વેક્સિનેશનને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે, એકાદ મહિનામાં બાળકોનું વેક્સિનેશન શરૂ થશે. સરકારી હોસ્પિટલ્સ ખાતેથી બાળકોને નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવશે.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર, ભારત બાયોટેકની કોવેક્સીન 2 થી 18 વર્ષના બાળકોને આપવાની અંગે સરકારે મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. જોકે, આ અગાઉ 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને ઝાઈડસ કેડિલાની ડીએનએ કોવિડ – 19 વેક્સિન આપવાની મંજુરી આપી દીધી છે.
ભારત બાયોટેકની કોવેક્સીન અંગે એસઈસી દ્વારા બાળકો પર કરાયેલા અધ્યયનને આધારે ભલામણ કરવામાં આવી હતી. જેમાં કોવેક્સીનની સુરક્ષા, પ્રતિક્રિયાત્મકતા અને પ્રતિરક્ષાત્મકતાનું મૂલ્યાંકન કરી રહી છે.
દેશમાં છ જગ્યાએ 2 વર્ષથી મોટા બાળકો પર અધ્યયન કરવામાં આવી રહ્યું છે. દેશમાં બાળકો પર ત્રીજા ડોઝનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે એમાં પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવાયેલી કોવાવૈક્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આવા પરીક્ષણો દેશમાં 23 જગ્યાઓ પર કરાઈ રહ્યાં છે.
બાળકો પર ચોથા ડોઝનું પરીક્ષણ 10 જગ્યાઓ પર થઈ રહ્યું છે જેમાં હૈદરાબાદ સ્થિત બાયોલૉજિકલ E’s Corvebevax નો ઉપયોગ થઈ રહ્યો છે.
#Funrangnews #knowledge