Funrang. આજ રોજ તાલુકા કાનુની સેવા સમિતિ, કોડીનાર દ્વારા રોણાઝ ગામે લીગલ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામ. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગીર સોમનાથ મુ. વેરાવળના ચેરમેન સાહેબ વી. જી. ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ, કોડીનારનાં અધ્યક્ષ એસ. જી. પરમારની સુચના અન્વયે પી. એલ. વી. બારડ, રસીલાબહેન તથા મોરી કેયુરભાઈ દ્વારા સ્કુલનાં બાળકો તથા રોણાઝ ગામનાં રહીશોને તેમના અધિકાર, સામાજીક સુરક્ષા, કોવિડ વેક્સીનેશન જેવાં વિષયો પર માહીતી આપવામાં આવેલ હતી. તથા રોણાઝ ગામમાં ઘરે ઘરે જઈ ડોર ટુ ડોર પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
#Funrangnews #GujaratState