• 14 જાન્યુઆરીએ રાજા સિદ્ધરાજ જયસિંહનું નિધન થયું હોવાથી એ દિવસે શોક પાળવામાં આવે છે.
  • સિદ્ધપુરમાં નવરાત્રિ પૂર્વે જ ધમધમી ઉઠે છે પતંગ – દોરીનું બજાર

funrang. દશેરા નિમિત્તે દેશભરમાં લોકો રાવણ બાળી અનિષ્ટ પર ઇષ્ટના વિજયની ખુશી મનાવે છે. ત્યારે દેશમાં એકમાત્ર એવું ગુજરાતનું સિદ્ધપુર પતંગ ઉત્સવ ઉજવી કાપ્યો છે… કાપ્યો છે… એવી બૂમો પાડી આનંદ માણે છે.

14 જાન્યુઆરીએ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ નિમિત્તે દેશભરમાં ઉત્તરાયણ પર્વ અથવા તો પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ, પાટણ સ્થિત દેવનગરી સિદ્ધપુરમાં દશેરા નિમિત્તે પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે. દાન – પુણ્ય કરવા ઉપરાંત ફાફડા જલેબીની જ્યાફત પણ ઉડાવવામાં આવે છે. અને આ માહોલ પરમ દિવસે એટલે કે 15 ઓક્ટોબરે સિદ્ધપુરમાં જોવા મળશે. નવરાત્રિ પૂર્વે જ સિદ્ધપુરમાં પતંગ – દોરીનું બજાર ધમધમી ઉઠે છે. હાલ પતંગ – દોરીનાં બજારમાં ભારે ભીડ ઉમટી રહી છે.

ઐતિસાહિક તથ્યો અનુસાર, વર્ષો પહેલાં 14મી જાન્યુઆરીના રોજ સિદ્ધપુરના રાજા સિદ્ધરાજ જયસિંહનું નિધન થયું હતું. અને તે દિવસે સિદ્ધપુરમાં શોક પાળવામાં આવે છે. 14 જાન્યુઆરીની અવેજીમાં દશેરાના દિવસે પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરની કેટલીક સામાજીક સંસ્થાઓ વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને બદલવા માંગે છે. તેઓ ઉત્તરાયણ પર્વે પતંગ ઉત્સવ ઉજવવા તે માટે નિઃશુલ્ક પતંગ વિતરણ પણ કરતાં હોય છે. જોકે, આજ દીન સુધી સામાજીક સંસ્થાઓને ધારી સફળતા પ્રાપ્ત થઈ નથી.

#AjabGajab #Funrangnews #Funfado

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *