• નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે – પ્રધાનમંત્રી મોદી
  • નામિબિયાથી આવેલા 8 પૈકી ત્રણ ચિત્તાઓને પ્રધાનમંત્રીએ ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

મધ્યપ્રદેશ 74 વર્ષો બાદ ભારતની ધરતી પર ફરી એકવાર ચિત્તાઓના પગલાં પડ્યા છે. નામિબિયાથી લાવવામાં આવેલા 8 પૈકી ત્રણ ચિત્તાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રૂનો નેશનલ પાર્કના ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા હતાં. પ્રસંગે તેમણે ચિત્તાઓની ફોટોગ્રાફી પણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે.

આજરોજ નામિબિયાથી વિશેષ પ્લેનમાં 8 ચિત્તા ( ત્રણ નર – પાંચ માદા) ગ્વાલિયર એરબેઝ ખાતે ઉતારવામાં આવ્યા હતાં. એરપોર્ટ ખાતે પશુચિકિત્સકો દ્વારા તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. બાદમાં તેઓને ક્રૂનો નેશનલ પાર્ક ખાતે લઈ જવામાં આવ્યા હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ફૂટ ઉંચા પ્લેટફોર્મ પરથી લિવર ફેરવ્યુ હતું અને પીંજરુ ખુલતાં ત્રણ ચિત્તા ક્વોરેન્ટાઈન વાડામાં છૂટ્યા હતાં. પિંજરામાંથી બહાર નિકળ્યા બાદ ચિત્તા વાતાવરણનો પરિચય મેળવવા અહીં તહી ફરવા લાગ્યા હતાં. પ્રધાનમંત્રી મોદીએ આ તબક્કે ચિત્તાઓની ફોટોગ્રાફી કરી હતી.

આ પ્રસંગે ભાષણ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 1947માં જ્યારે દેશમાં માત્ર ત્રણ ચિત્તા બચ્યા હતાં ત્યારે તેમનો પણ શિકાર કરી દેવાયો હતો. એ દુર્ભાગ્યપૂર્ણ હતું કે, 1952માં આપણે ચિત્તાને લુપ્ત જાહેર કરી દીધા હતાં. પરંતુ, દાયકાઓ સુધી ચિત્તાના પુનર્વસનન માટે અર્થપૂર્ણ પ્રયાસ કરાયા નહીં. આજે આઝાદીના અમૃત પર્વમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિત્તાઓનું પુનર્વસન કરી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, ક્રૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ ફરી દોડતા થશે. આગામી દિવસોમાં ઇકો-ટૂરિઝમ વધશે. રોજગારની નવી તકો વધશે. સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ બાદ ક્રૂનો નેશનલ પાર્કની પસંદગી કરવામાં આવી હતી. અમે વર્ષોની શક્તિ ખર્ચીને ચિત્તા એક્શન પ્લાન બનાવ્યો હતો. આપણાં વૈજ્ઞાનિકોએ નામિબિયાના નિષ્ણાંતો સાથે કામ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને વિનંતી કરી હતી કે, ક્રૂનો નેશનલ પાર્કમાં ચિત્તા જોવા માટે થોડા મહિના ધીરજ રાખવી પડશે. ચિત્તા નવા ઘરમાં પહોંચ્યા છે. આ વિસ્તારથી અજાણ્યા છે. ક્રૂનોને પોતાનું ઘર બનાવવા માટે ચિત્તાઓને થોડા મહિનાનો સમય આપવો પડશે.

અત્રે નોંધનિય છે કે, ચિત્તા દિવસે શિકાર કરે છે કારણ કે તેઓની રાતની દ્રષ્ટિ નબળી હોય છે. નામિબિયાથી આવેલાં ચિત્તાના વાડામાં ચિતલ હરણ, ચાર શિંગડાંવાળા કાળિયાર, સાંભર અને નીલગાયના વાછરડાને છોડવામાં આવ્યા છે. ચિત્તા બે – ત્રણ દિવસે એકવાર ખાતાં હોય છે. તેથી ક્રૂનો પહોંચ્યા બાદ તેઓ રવિવારે કે સોમવારે શિકાર કરશે એવી ધારણા છે.

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *