(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે શક્ય બને તો ઉપવાસ કરવો. ફાસ્ટફૂડ ખાવાનું ટાળવું. આજે કોઈની મદદ વગર આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી શકો છો. આજે આપના પ્રિયજનનો પ્રેમાળ સ્વભાવ અનુભવશો. ઉત્સાહજનક કાર્યોમાં ભાગ લઈને ઉર્જાવાન થઈ શકશો. એકંદરે દિવસ શુભ રહે.
આજે આત્મવિશ્વાસ સાથે પોતાના વિચારો વ્યક્ત કરવા જરૂરી. મનની વાત જણાવશો નહીં તો સમસ્યા ઉત્પન્ન થવાની શક્યતા. મૌલિક વિચારધારા ધરાવતી વ્યક્તિની સલાહ ફાયદાકારક નિવડે. કરિયર સંબંધી બાબતોમાં માતા – પિતાની સલાહ ઉપયોગી નિવડે.
બપોર બાદ આર્થિક સ્તરે સુધારો જોવા મળી શકે. નવા રોમાંસની પ્રબળ સંભાવના છે. જીવનમાં આગળ વધવાની તક મળી શકે છે. જીવનસાથી આપને પ્રેમ અને રોમાંસના જૂના દિવસો વાગોળશો. પડવા – વાગવાના યોગ હોવાથી સાવધાન રહેશો.
આપ આજે સ્વાસ્થ્ય તેમજ દેખાવમાં સુધારો લાવવાનો પ્રયાસ કરશો. અચાનક ખર્ચ કરવાની સ્થિતિ આવી શકે છે. મિત્રો અને પરિવારજનો સાથે આનંદદાયક દિવસ વિતે. પ્રવાસ દરમિયાન વિશેષ ધ્યાન રાખવું. જીવનસાથીની સાથે આજે મતભેદ થઈ શકે છે.
આજે નાની – નાની વાતે મુંઝવણ અનુભવી શકો છો. ઘણાં સમય બાદ દૂર રહેતાં કોઈ સ્નેહીજનનો સંપર્ક થાય. વ્યવસાયમાં ભાગીદારનો સહયોગ પ્રાપ્ત થાય. જીવનસાથીની કોઈ વાત ગંભીરતાથી નહીં સાંભળવાને કારણે વિવાદ થઈ શકે છે.
મુશ્કેલીભર્યા સંજોગોમાં ધૈર્ય ગુમાવશો નહીં. મૂડ બદલવા માટે ધ્યાન કરો. જમીન – રિયલ એસ્ટેટ અંગેની બાબતો અંગે ચર્ચા થઈ શકે. કામમાંથી અચાનક રજા લઈને આરામ કરવાની ઈચ્છા થઈ શકે. જીવનસાથી સાથે સાંજનો સમય ખુબ ઉત્તમ પસાર થાય.
કોઈ જૂના મિત્રને મળવાનું થવાને કારણે આનંદ પ્રાપ્ત થાય. આજે મહત્વના કાર્યોમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. આપના શંકાશીલ સ્વભાવને નિયંત્રણમાં રાખશો. તબિયત થોડી નરમ ગરમ રહી શકે છે. દિવસ મધ્યમ રહી શકે છે.
આજે મિત્રને કારણે કોઈ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. મુસાફરી દરમિયાન કિંમતી સામાનની વિશેષ કાળજી રાખવી જરૂરી. આજે આપને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ છે. જરૂરી કાર્યને બાજુ પર રાખી નક્કામા કામમાં સમય ના બગાડો.
આજે મનપસંદ કાર્ય કરી શકશો. જેણે ઉધાર લીધું હશે તેમણે ગમે તે સંજોગોમાં ઉધારી ચૂકતે કરવાના સંજોગ સર્જાઈ શકે છે. આજે કોઈને પ્રભાવિત કરવા માટે વાયદો કરશો નહીં. કામકાજને લગતી બાબત માટે પ્રવાસ કરવો પડી શકે છે. શુભ દિવસ રહેશે.
અગાઉ નાણાંનો કારણ વગર વ્યય કર્યો હશે તો આજે પૈસાની કિંમત સમજાશે. આજે બીજાને મદદ કરવા માટે દોડધામ કરવી પડી શકે છે. બાળકોને કારણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીનું સ્મિત આજે આપના દિવસનો થાક દુર કરશે.
કામકાજમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું આજે આપ સમાધાન પ્રાપ્ત કરી શકશો. અટકેલા નાણાં આજે આપને મળી શકે છે. આજે આપની પાસે આર્થિક સ્થિતિ મજબૂત કરવાની ક્ષમતા અને સમજ બંને જોવા મળશે. અંગત વાતો કોઈને કહેવી નહીં.
આપની નકારાત્મક ભાવનાઓ અને વૃત્તિઓ પર કાબૂ રાખશો. આપની રૂઢીવાદી વિચારધારા પ્રગતિમાં અવરોધક નિવડી શકે. આજે ગુસ્સાવાળા સ્વભાવને કારણે નાણાં કમાવવાની તક ગુમાવી શકો છો. આજે આપને લાગે કે, રચનાત્મક કાર્ય કરવા કરતાં નોકરી કરવી સારું હતું.
? (ઓફિસ ભાડે – વેચાણ) ?
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111
? (સંપર્ક) ?
સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો
? (WhatsApp Group Link) ?
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.