- આ દેશ, શહેર કે રાજ્ય વિદેશીઓને આપી રહ્યાં છે ક્રેઝી ઓફર, રૂ. 11માં ઘરથી માંડી ધંધો – રોજગાર શરુ કરવા રૂ. 2 કરોડ સુધી
funrang. વૈશ્વિક મહામારી કોરોના બાદ આપ જો વિદેશમાં સ્થાયી થવાનો વિચાર કરતાં હોવ, તો કેટલાં એવો દેશો, શહેરો અને રાજ્યો વિશે આપને જાણકારી હોવી જરૂરી છે. આ જગ્યાઓ પર રહેવા જવા પર વિદેશીઓને પ્રોત્સાહક ઓફર્સ આપવામાં આવી રહી છે. ઇન્સ્યોરન્સ કંપની William Russell દ્વારા હાથ ધરાયેલી એક રિસર્ચ સ્ટડીમાં જણાવ્યા પ્રમાણે, ઘટેલી વસ્તી – અર્થવ્યવસ્થા અને જર્જરિત મિલકતોને કારણે આ જગ્યાઓ વિદેશીઓ માટે પોતાના દરવાજા ખોલી રહ્યાં છે. જોકે, એમાં કેટલીક શરતો છે, જેમ કે ક્યાંક વિદેશીઓએ નવો વેપાર શરૂ કરવો પડે છે તો ક્યાંક મકાનોનું સમારકામ કરવું પડે તેમ છે. તો અત્રે પ્રસ્તુત છે એવા સ્થળોની યાદી જ્યાં વિદેશીઓ માટે ક્રેઝી ઓફર્સ કરાઈ છે.
The United States – અમેરિકાના સ્થળો
Oklahoma (ઓક્લાહોમા)
ઓક્લાહોમાનું તુલસા શહેર કામદારોની શોધમાં છે. કામદારોને તેઓ 10 હજાર ડોલર એટલે કે રૂપિયા 7,47,385ની ગ્રાન્ટ આપવા સાથે, તેમને નિઃશુલ્ક ડેસ્ક સ્પેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સનો એક્સેસ આપશે.
Minnesota (મીનીસોટા)
14 હજારની વસ્તી ધરાવતાં Bemidiji પણ કામદારો શોધી રહ્યું છે. જેના બદલામાં તેઓ 2500 ડોલર એટલે કે રૂ. 1,86,846 મૂવિંગ ખર્ચ આપે છે. નિઃશુલ્ક કો-વર્કિંગ સ્પેસ તેમજ વેપારના વિકાસ માટે 2500 ડોલર આપે છે.
Alaska (અલાસ્કા)
જો કોઈ બહારની વ્યક્તિ અહીં આખું વર્ષ રહે તો એને 1600 ડોલર જેટલી રકમ આપવામાં આવશે.
Vermont (વેરમોન્ટ)
અંતરિયાળ કામદાર સ્કિમ માટે અહીં 10 હજાર ડોલરની ઓફર કરવામાં આવે છે. જો કોઈ બહારની વ્યક્તિ ત્યાં સ્થાયી થવા માંગતી હોય.
(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)
Europe – યુરોપના સ્થળો
Spain (સ્પેન)
Ponga, Asturias જેવા નગરનાં પુનરોત્થાન માટે બહારના પરિવારોને સ્થાયી થવા માટે 3000 યુરો (રૂ. 2, 59,137)ની મદદ કરવાની ઓફર રાખવામાં આવી છે. આ ઉપરાંત આ શહેરમાં જન્મ લેનાર બાળકને 3000 યુરો આપવામાં આવશે. જ્યારે Rubia શહેર દ્વારા દર મહિને 100 થી 150 યુરો વધારાનાં ચુકવવાની ઓફર કરાઈ છે.
Switzerland (સ્વિત્ઝર્લેન્ડ)
Albinen શહેરની વસ્તી વધારવા માટે 45 વર્ષથી ઓછી ઉંમરના વિદેશીઓને 25,200 ડોલર આપવાની જાહેરાત કરાઈ છે. જોકે, તેની સાથે એવી શરત કરાઈ છે કે, વિદેશીએ 10 વર્ષ સુધી દેશમાં રહેવું પડશે. આ ઉપરાંત, બહારની વ્યક્તિ સ્વિત્ઝર્લેન્ડનો વતની હોવો જોઈએ, અથવા તો એણે સ્વિસ છોકરી સાથે લગ્ન કરેલા હોવા જોઈએ.
Italy (ઇટલી)
Candela અને Calabria શહેરો પણ બહારની વ્યક્તિને પોતાને ત્યાં સ્થાયી થવા નાણાં ઓફર કરી રહ્યું છે. Candela અપરણીત (સિંગલ વ્યક્તિ)ને 800 યુરો, દંપત્તિને 1200 યુરો અને પરિવારને 2000 યુરો ઓફર કરી રહ્યું છે. જ્યારે Calabriaમાં 40 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારોને ત્રણ વર્ષમાં 28000 યુરો આપવાની ઓફર કરી રહ્યું છે.
એવા દેશો જ્યાં વેપાર શરૂ કરવા માટે નાણાંકીય સહાય કરવાની ઓફર છે.
Ireland (આર્યલેન્ડ)
નવો વેપાર શરૂ કરવાની ઇચ્છા ધરાવતાં વ્યક્તિ માટે આર્યલેન્ડ પોતાની બુદ્ધિમત્તા અને શક્તિ ચકાસવાનું યોગ્ય સ્થળ બની શકે તેમ છે. આર્યલેન્ડ દ્વારા નવા વેપારને સહાય કરવાની સ્કિમ જાહેર કરાઈ છે. ગત વર્ષ તેમણે 120 મીલીયન યુરો બિઝનસ સ્ટાર્ટ – અપને આપ્યા હતાં. આર્યલેન્ડમાં બિઝનસ શરૂ કરવા આઈરીશ હોવું જરૂરી નથી પરંતુ બિઝનસ આર્યલેન્ડમાં રજીસ્ટર થયેલો હોવો જરૂરી છે. આ ઉપરાંતની પણ શરતો છે. જે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને જોઈ શકો છો.
Chile (ચીલી)
ચીલી દ્વારા વિશિષ્ટ – અનોખા બિઝનસ સ્ટાર્ટઅપ આઈડિયા માટે 300000 ડોલર (બે કરોડ રૂપિયા) સુધીનું CLP ફંડ ઓફર કરી રહ્યું છે.
Mauritius (મોરીશિયસ)
મોરીશિયસ ખાતે બિઝનસ સ્ટાર્ટઅપ માટે આવતી વિદેશી વ્યક્તિને 20000 મોરીશિયસ રૂપિયા આપવાની ઓફર છે. આ માટે ક્વોલિફાય થવા માટે કમિટી સમક્ષ પોતાના પ્રોફિટેબલ બિઝનસ આઇડિયાનું ડેમોન્સ્ટ્રેશન કરવું પડે છે.
એવાં સ્થળો જ્યાં વિદેશી વ્યક્તિએ મકાન રિનોવેટ કરવું જરૂરી છે.
Italyનું 1 યૂરો હોમ
Sicily, Sardinia, Abruzzo અને Milano એવાં સ્થળો છે જ્યાં મકાન મેકડોનાલ્ડના એક બર્ગરની કિંમત કરતાં પણ ઓછામાં વેચવામાં આવી રહ્યાં છે. જોકે, આ મકાન ખરીદનારે નિયત સમયમાં પોતાના ખર્ચે મકાન રિનોવેટ કરવું પડે તેમ છે.
Antikythera, Greece
ગ્રીસના આ સુંદર ટાપુ પર ઘર બાંધવા માટે નિઃશુલ્ક પ્લોટ આપી રહ્યું છે. બાંધકામ માટે જમીન આપવા ઉપરાંત ત્રણ વર્ષ માટે રૂ. 500 યુરો આપી રહ્યું છે.
Legrad, Croatia
ક્રોએશિયામાં ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીને નોર્થ ક્રોએશિયાના શહેરમાં મકાનો 1 Kuna (11 રૂપિયા)માં વેચવામાં આવી રહ્યાં છે.
News source
https://www.cntraveller.in
#Funrangnews #Information