કેમ જોવી?: જો એમેઝોન પ્રાઇમ પર ફિલ્મનું તમિલ વર્ઝન ‘વિક્રમ વેધા’ ન જોયું હોય તો!
કેમ ન જોવી?: અધધ કહી શકાય એવી ખાસ નથી! ઑટીટી પર રીલિઝ થાય ત્યાં સુધી રાહ જોઈ શકાય ખરી!
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । વર્ષ 2017માં આવેલી અદ્ભુત તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની સત્તાવાર રીમેક! સૈફ અલી ખાન અને રિતિક રોશન જેવા બે સ્ટાર્સ અને પુષ્કર ગાયત્રી જેવા દિગ્ગજ દિગ્દર્શક! તમિલ ફિલ્મમાં વિજય સેતુપતિ અને આર.માધવનનો દમદાર અભિનય જોવા મળ્યો હતો. મને ખાતરી છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોના ચાહકોએ તો વિક્રમ વેધા લૉકડાઉનના સમય દરમિયાન જ જોઈ કાઢી હશે, જે ઓલરેડી હિન્દી ડબિંગ ધરાવે છે. તો પછી, આ રીમેકમાં એવું તે શું ખાસ છે?
નાનપણમાં વાંચેલી વિક્રમ-વેતાળની કથામાં જેવી રીતે ભૂત વેતાળ રાજા વિક્રમાદિત્યના ખભે લટકીને તેને અવનવી વાર્તા સંભળાવીને ન્યાય કરવા કહેતો હોય છે, એવી જ રીતે અહીં વિક્રમ (સૈફ અલી ખાન) એક પોલીસ ઇન્સ્પેક્ટર છે, જેના માટે વ્યક્તિ ક્યાં તો સારો છે અથવા તો ખરાબ! આ બે સિવાય વચ્ચેની કોઈ કેટેગરી તેના માટે અસ્તિત્વ ધરાવતી નથી. તે ગુનેગારોને ન્યાય નહીં, ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં વિશ્વાસ ધરાવે છે. બીજી બાજુ, વેધા (રિતિક રોશન) છે, જે તેને અવારનવાર દુવિધામાં મૂકી તેની વિચારધારા અને માનસિકતાને સતત પડકારતો રહે છે.
ફિલ્મના મુખ્ય પાત્રોમાં રાધિકા આપ્ટેનો સમાવેશ થાય છે, જે સૈફ અલી ખાનની પત્નીનો કિરદાર નિભાવી રહી છે. એ સિવાય, રોહિત સરફ અને શરિબ હાશ્મી પણ જુદા જુદા પાત્રો ભજવી રહ્યા છે. આખી દુનિયાને એક ચોકઠાંમાં બેસાડીને જોવાની માનવનીતિને આ ફિલ્મ પડકાર આપે છે. પુષ્કર ગાયત્રીએ તમિલ અને હિન્દી ફિલ્મોની વાર્તા, સ્ક્રીનપ્લે વગેરે લગભગ એકસરખા રાખ્યા છે. ફ્રેમ-ટુ-ફ્રેમ લગભગ બધું સરખું છે. એમાં પણ જો તમિલ ફિલ્મ જોયેલાં પ્રેક્ષકો આ ફિલ્મ જોવા જાય તો રહસ્ય જેવું કશું રહેતું નથી. ગીતો પ્રમાણમાં ઠીકઠાક છે. બેકગ્રાઉન્ડ સ્કૉર જબરદસ્ત કહી શકાય. એક્શન અને ફાઇટ-સિક્વન્સના ચાહકોને ખરેખર જલ્સો પડી જાય એવી ફિલ્મ! સૈફ અલી ખાન અને રિતિક રોશન ‘સોલ્ટ એન્ડ પેપર’ લૂકમાં સ્ક્રીન પર ચાર ચાંદ લગાવી દે છે. રાધિકા આપ્ટેના પાત્રને પૂરતો ન્યાય ન મળવા છતાં તે ચમકી ઉઠે છે. સ્લો-મોશન દ્રશ્યો થોડા સમય સુધી સારા લાગે છે, પરંતુ ધીરે ધીરે કંટાળો અપાવવા માંડે છે. ક્લાઇમેક્સ સુધી પહોંચતાં સુધીમાં ફિલ્મ ખાસ્સી લાંબી લાગવા માંડે છે એ અલગ! જો વીકેન્ડમાં પરિવાર સાથે ગરબા રમવા કે જોવા જવાનો પ્લાન ન હોય તો એક વાર થિયેટરમાં જોઈ શકાય એવી ફિલ્મ!
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: પુષ્કર-ગાયત્રીની એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થયેલી ઑરિજિનલ સીરિઝ ‘સુઝલ’ ન જોઈ હોય, તો આજે જ ચાલુ કરી દો!
(ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.