(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

મિત્ર કે સહકર્મીનું સ્વાર્થી વર્તન આપનો મૂડ ખરાબ કરી શકે છે. આર્થિક સમસ્યાને કારણએ કોઈ કાર્યમાં અવરોધ સહન કરવો પડી શકે. ગુસ્સા પર નિયંત્રણ રાખી ઝગડા – કંકાશથી બચવું જરૂરી. કોઈ ખાસ વ્યક્તિ તરફથી વિશ્વાસઘાત થાય તેવી શક્યતા છે.

આજે ભાગ્યનો સહકાર ઓછો મળે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે. ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ ખરાબ થવાને કારણે ખર્ચ કરવો પડી શકે છે. જીવનસાથી સાથે આજે આનંદદાયક સમય પસાર કરી શકશો. કાર્યક્ષેત્રમાં નાની – મોટી અડચણોનો સામનો કરવો પડી શકે.

આજનો દિવસ આપના માટે મોજ મસ્તી ભર્યો રહેશે. મિત્રો સાથે પાર્ટીનું આયોજન થઈ શકે છે. આજે ત્રાહિત વ્યક્તિની વાત પરથી કોઈ અન્ય વ્યક્તિ અંગેની પૂર્વધારણા બાંધવી નહીં. જીવનસાથી સાથે તાલમેલ સાધવામાં અડચણ અનુભવી શકો.

આજે આપના કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પૂરેપૂરો વિચાર કરવો આપના માટે હિતાવહ રહેશે. લેણદાર આજે ઉઘરાણી કરી શકે છે. આજે પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે પરિચય થાય તેવી શક્યતા છે. ઓફિસમાં બોસની નારાજગી સહન કરવી પડી શકે.

આજે ખાન – પાનમાં વિશેષ ધ્યાન રાખી સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકશો. બપોર બાદ આર્થિક લાભ થાય તેવી શક્યતા છે. નાનાં – મોટા વિઘ્નો છતાં આજે ફાયદો પ્રાપ્ત થાય. જેમની સાથે આપનો સમય બગડતો હોય એમને મળવાનું આજે ટાળવું.

માઈગ્રેનની સમસ્યા ધરાવતાં જાતકો આજે હેરાન થઈ શકે છે. આપની સકારાત્મક વિચારધારાથી લોકો પ્રભાવિત થશે. વેપાર – ધંધામાં અન્યની સલાહથી કરેલા કામમાં હેરાન થવું પડી શકે છે. જીવનસાથી આજે આપના માટે કંઈક વિશેષ કરે તેવી સંભાવના છે.

નકારાત્મક વિચારો આજે આપના મન પર હાવિ રહી શકે છે. શેર સટ્ટાથી ફાયદો થાય તેવી શક્યતા. કામકાજની દ્રષ્ટિએ આજનો દિવસ ફાયદાકારક રહે. પરિવારજનો સાથે મતભેદ થવાને કારણે માનસિક શાંતિ હણાઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ ટાળવો.

આજે રોજીંદા કામમાંથી સમય કાઢીને પોતાની મરજીનું કાર્ય કરી શકશો. કોઈ સગાં સંબંધીની સલાહને કારણે આર્થિક લાભ થવાની શક્યતા. જીવનસાથી કે પ્રિયજન તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. પરિવારના કોઈ વ્યક્તિ સાથે પ્રવાસે જવું પડી શકે.

કોલેસ્ટ્રોલની માત્રા વધુ હોય તેવો ખોરાક આજે ખાવાનું ટાળશો. આજે અણધાર્યા ખર્ચ કરવા પડે તેવા યોગ હોવાથી આર્થિક ભીંસ અનુભવી શકો. પરિવારમાં કોઈ વ્યક્તિની નાદુરસ્ત તબિયતને કારણે દોડધામ કરવી પડી શકે. દિવસ મધ્યમ રહેશે.

આજે આપના સ્વભાવમાં ચંચળતા રહેશે. મજાક મસ્તી કરતી વખતે કોઈને મનદુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું. યાત્રા – પ્રવાસનું આયોજન થઈ શકે છે. પરિવારના સહયોગથી કાર્યક્ષેત્રમાં સારી કામગીરી કરી શકો. જીવનસાથીની જરૂરત તરફ ધ્યાન આપી શકશો.

આજે આધ્યાત્મિક કાર્યોમાં સમય વ્યતિત કરવો જરૂરી. પ્રાર્થના દ્વારા આપની મનોકામનાઓ પૂરી થાય. બાળકોની કોઈ કામગીરીથી ગર્વ અનુભવી શકો. કોઈ સ્પર્ધામાં આપ વિજેતા બની શકો છો. એકંદરે દિવસ સૌભાગ્યશાળી રહેશે.

રિયલ એસ્ટેટ અને નાણાંકીય લેવડ દેવડ માટે સારો દિવસ. અચાનક કોઈ સમાચાર મળવાથી આપનો ઉત્સાહ વધી શકે છે. આજે કોઈની મદદની આશા રાખશો નહીં. આજે આપની પાસે પૂરતો સમય હોવા છતાં જે કાર્ય કરવા ઇચ્છતા હશો એ કાર્ય નહીં કરી શકો.

? (ઓફિસ ભાડે – વેચાણ) ?

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111

? (સંપર્ક) ?

સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો

? (WhatsApp Group Link) ?

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *