funrang. પ્રતિ વર્ષ આસો સુદી દશમના રોજ દશેરા – વિજયાદશમીનો પર્વ ઉજવવામાં આવે છે. આવતીકાલે 15 ઓક્ટોબરને શુક્રવારના રોજ દશેરા છે. આ દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો, તેમજ રામે રાવણનો વધ કર્યો હતો. વિજયાદશમી શરદઋતુના આગમનનું પ્રતિક માનવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, દશેરાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાય છે.

શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. તે સાથે સુખ – શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેના કેટલાંક ઉપાયો પણ બતાવાયા છે. આ ઉપાયો કરવાથી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે અને સુખ – શાંતિ પ્રાપ્ત થાય છે.

નોકરી – વેપારમાં પ્રગતિ માટેનો ઉપાય.

વિજયાદશમીએ દુર્ગા માતાની પૂજા કર્યા બાદ, ઓમ્ વિજયાયૈ નમઃ મંત્રનો જપ કરીને 10 ફળ માતાજીને અર્પણ કરવા. ત્યારબાદ એનો પ્રસાદ વ્હેંચવો. માનવામાં આવે છે કે, રાવણને પરાજીત કરવા માટે ભગવાન રામે બપોરના સમયે આ પૂજા કરી હતી.

ઉપરાંત, સાંજના સમયે મંદિરમાં એક ઝાડુનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને નોકરી – વેપારમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે.

આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય.

વિજયાદશમીએ રાવણદહન પૂર્વે દુર્ગા માતાની સહાયક યોગિની જયા અને વિજયાની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ શમીના વૃક્ષની પૂજા કરવી જોઈએ. શમીના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને માતા દુર્ગાને શમીના પાંદળા અર્પણ કરવા જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી આર્થિક લાભ થાય છે અને કાર્યમાં આવતાં વિઘ્નો દૂર થાય છે. આ સાથે વિજયાદશમીએ ઘરના મંદિરમાં શમીના વૃક્ષની માટી રાખવાથી નકારાત્મક શક્તિઓનું નિવારણ થાય છે.

સંકટમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય.

વિજયાદશમીએ રાવણદહન થયા બાદ એની રાખને સરસીયાના તેલમાં મિશ્રિત કરીને તેનો ઘરમાં છંટકાવ કરવો ઉત્તમ ગણાય છે. માન્યતા છે કે, આમ કરવાથી પરિવારજનો વચ્ચે પ્રેમ મજબૂત થાય છે, અને નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થાય છે. દરેક સંકટમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે સવારે હનુમાનજીને ગોળ – ચણાનો અર્પણ કરવા જોઈએ અને સાંજે લાડુનો પ્રસાદ ચડાવવો જોઈએ. તેમજ પોતાની રક્ષા માટે હનુમાનજીને પ્રાર્થના કરવી જોઈએ.

વેપારમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટેના ઉપાય.

વેપાર ધંધામાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે વિજયાદશમીના દિવસે એક નારીયળ લેવું અને એને સવા મીટર પીળા કપડામાં લપેટી દેવું. ત્યારબાદ એક જોડી જનોઈ, સવાનું પાન અને મીઠાઈ સાથે રામ મંદિરમાં ચઢાવી દેવું. આમ કરવાથી વેપારમાં પ્રગતિ જોવા મળે છે.

ધનની સમસ્યામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય.

વિજયાદશમીથી લઈને સતત 51 દિવસ સુધી રોજ ગાય અને કુતરાંને બેસનના લાડુ ખવડાવવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી ધનની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. જોકે, નિયમિત રીતે રોજ લાડુ ખવડાવવાનું ચુકવું જોઈએ નહીં.

ભાગ્યનો સાથ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય.

વિજયાદશમીએ હાથમાં ફટકડીનો એક ટુકડો લેવો, અને તે લઇને કોઈ સુમસામ જગ્યા પર જવું. ત્યારબાદ ઇષ્ટદેવનું ધ્યાન – સ્મરણ કરીને પોતાની ઉપરથી સાત વાર ઉતારીને પીઠ પાછળ ફેંકી દેવું. ફેંક્યા બાદ પાછળ જોયા વિના ઘરે જતું રહેવું. ઘરે જઈ હાથ – પગ ધોયા બાદ મંદિરમાં દીવો પ્રગટાવવો. ધ્યાન રાખવું કે આ ઉપાય કરતી વખતે કોઈ આપને જોઈ ના જાય. આ ઉપાય કરવાથી ભાગ્યનો પૂરો સાથ મળે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

#Jyotish #Funrangnews #Dharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *