(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

આજે ભ્રમ અને નિરાશા મન પર છવાયેલી રહી શકે છે. પિતાની કોઈ સલાહથી કામમાં સરળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ અંગત વ્યક્તિ આપની સાથે ખોટું બોલી શકે છે. જે લોકોની સાથે સમય બગડતો હોય એમનાથી આજે દૂર રહેશો.

આજે આત્મવિશ્વાસની ઉણપ રહી શકે છે. મનની વાત સરખી રીતે કહેવામાં હચકાશો તો નુકસાન થઈ શકે છે. આજે લોકો આપની સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરશે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ખર્ચ કરવી પડી શકે છે. મધ્યમ દિવસ.

આજે આરામ કરવો જરૂરી છે. આખો દિવસ નાણા માટેની ચિંતા રહેશે, જોકે, સાંજના સમયે માર્ગ પ્રાપ્ત થાય. આજે આપ કોઈની સાથે ઝગડી શકો છો. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી. સપનાંના કિલ્લાઓમાં રચ્યા પચ્યા રહી શકો છો.

આજે આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આજે ખર્ચો કરતાં પહેલા બજેટ બનાવવું જરૂરી છે. જીવનસાથીની મદદથી કોઈ મુશ્કેલ કાર્યમાંથી રસ્તો મળી જશે. આજે આપ કોઈ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ શકો છો. બોલવામાં ધ્યાન રાખશો.

આજે કોઈના પ્રત્યે નફરત ના રાખવી. કોઈની વાત માનીને રોકાણ કરશો તો આર્થિક નુકસાન થવાની પાક્કી ખાતરી છે. આજે નવા મિત્રો મળી શકે છે. જીવનસાથી તરફથી મળેલા માનસિક ત્રાસને કારણે શારીરિક અસ્વસ્થ થઈ શકો છો.

આજે આર્થિક સંકળામણને કારણે માનસિક અશાંતિ ભોગવી શકો છો. પરિવારજનો સાથે નાણાં બાબતે ખોટાં શબ્દો કહી શકો છો. સાંભળવું ઓછું અને બોલવું વધારે એ તમારી કમજોરીને કારણે સંબંધો બગડી શકે છે. દિવસ મધ્યમ રહેશે.

આર્થિક ભીંસમાંથી રસ્તો પ્રાપ્ત થાય. આ રાશિના વિવાહ યોગ્ય જાતકોને સારું માંગુ મળી શકે છે. આજે એવી વ્યક્તિને મળવાનું થાય જે આપને ખુબ જ આદર કરતો હોય. જીવનસાથી આપને જણાવ્યા વગર કોઈ ખાસ કામ કરી શકે છે.

આજે પરિવારજનોની મદદથી તણાવમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો. પોતાની લાગણીઓ પર આજે નિયંત્રણ રાખવું જરૂરી. ઘરને લગતાં રોકાણથી ફાયદો થાય. આજે સકારાત્મક બાબતોનો વિચાર કરવો આપના માટે હિતાવહ રહેશે.

આજે મિત્રો સાથે સાંજનો સમય ખુબ જ ઉત્તમ રીતે વિતી શકે છે. નોકરીયાત વર્ગને ખોટા ખર્ચ કરવા પડી શકે છે. આજનો દિવસ આપના માટે રોમાંસક રહેશે. આજે ઘણાં સમયથી અટકેલું કામ સહજતાથી પૂરું કરી શકો છો.

ઉપરળાવાએ આપને ખુબ સારું મગજ અને આત્મવિશ્વાસ આપ્યો છે એનો આજે ભરપૂર ઉપયોગ કરી શકશો. પ્રેમીજન સાથે કોઈ જૂની વાત પર ઝગડો થઈ શકે છે. જીવનસાથીનો આજે ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય.

આજે નાની – નાની વાતોમાં હેરાન થવું પડી શકે છે. આર્થિક સુધારો કરવાની તક આપને મળી શકે છે. ભાગીદારીના કાર્યોમાં ઝગડો થાય તેવી શક્યતા છે. મિડીયા ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને આજે લાભ પ્રાપ્ત થાય.

આજે આપને ભૂતકાળની ભૂલો હેરાન કરી શકે છે. તમારો વિશ્વાસઘાતી સ્વભાવ આજે લોકોની સામે આવી શકે છે. જેની સાથે દગો કર્યો હતો એ વ્યક્તિને સગો કહેવો પડી શકે છે. જીવનસાથી આજે આપને કોઈપણ સહયોગ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *