(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

આજે તણાવને કારણે સ્વાસ્થ કથળી શકે છે. મિત્રો અને પરિવારજનો સાથે સમય વ્યતિત કરવાનું આજે આપને ગમશે. પ્રિયજનને ભાવનાત્મક રીતે બ્લેકમેઈલ કરવાનું આજે ટાવું. આપની સલાહથી આજે કોઈ વ્યક્તિ પ્રશંસાપ્રાપ્ત કરી શકે.

આજે સારા વિચારો અને કામથી આપ જૂની કોઈ સમસ્યામાંથી છૂટકારો પ્રાપ્ત કરી શકો છો. આજે નાણાંનો વ્યય થતો અટકાવવો જરૂરી. પ્રેમસંબંધમાં કોઈની કહેલી વાત માનવાને કારણે સમસ્યા સર્જાઈ શકે છે. મધ્યમ દિવસ રહી શકે છે.

આજે આપ કામના ભારણને કારણે ત્રાસી શકો છો. જોકે, કામને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. સાંજનો સમય પોતાનું મનપસંદ કાર્ય કરવામાં વિતાવી શકો છો. જીવનસાથી સાથે આજે કોઈપણ વાદવિવાદમાં ગુસ્સો ટાળજો.

આજે નાણાંની ચિંતામાં આપ પોતાના સ્વજનોને દુઃખી કરી શકો છો. તણાવને કારણે ગુસ્સો કરી શકો છો. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તેમજ ધાર્મિક કાર્યોમાં સંલગ્ન રહેશો તો શાંતિ પ્રાપ્ત થાય. જીવનસાથીની વાત માનવી લાભકારક.

આજે અણધાર્યા ખર્ચાઓ કરવા પડી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે દોડભાગ કરવી પડી શકે છે. પ્રેમને ઓળખવામાં થાપ ખાશો તો આજનો દિવસ ક્યારેય નહીં ભૂલો. આપનાથી નાનાં લોકોને આજે સલાહ આપશો.

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. માતૃ પક્ષ તરફથી આર્થિક લાભ થવાની પૂરી શક્યતા જણાય છે. મિત્રો તરફથી આજે ખૂબ ઉપયોગી સલાહ પ્રાપ્ત થાય. સ્વજનો સાથે મતભેદ કરવાનું ટાળશો. OTT પર આજે વધારે સમય વિતાવી શકો છો.

આજે કોઈ વૃદ્ધ વ્યક્તિને ભોજન કરાવવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય. જીવનસાથી આજે આપના માટે પૂરતો સમય નહીં કાઢી શકે. આજે આપે નાણાં અને સમયની કદર કરવી પડશે. આજે આપ એકાંતમાં સમય વિતાવવું પસંદ કરી શકો છો.

આજે આપનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે. કોઈ વડીલ વ્યક્તિની સલાહથી નાણાંની બચત અંગે નવો વિચાર આવી શકે છે. પરિવારજનોનો સ્નેહ પ્રાપ્ત કરવા આજે કેટલીક આદતોને તિલાંજલી આપી શકો છો. દિવસ શુભ રહેશે.

આજે વ્યર્થ ચર્ચા કરવાને બદલે સારાં વાંચનથી આપને નવા વિચારો પ્રાપ્ત થઈ શકે છે. શ્વસુર પક્ષથી આર્થિક લાભ થાય તેવી શક્યતા. કોઈ ઇમેલ કે ચીઠ્ઠી દ્વારા આપને શુભ સમાચાર પ્રાપ્ત થાય. સંબંધીઓ સાથે રકઝક કરવાનું ટાળજો.

આજે આપ અધિક સંવેદનશીલ રહેશો, જેના કારણે તાણ પણ અનુભવી શકો છો. આર્થિક સહાય આપના કેટલાંક પ્રશ્નોનું સમાધાન કરી આપશે. પ્રિયજન સાથે વાદવિવાદ થઈ શકે છે. આજે ઘરમાં કોઈ સારા કાર્યનું આયોજન થઈ શકે છે.

આજે વેપાર – ધંધામાં નુકસાન પ્રાપ્ત થઈ શકે છે. આપનાં ભાઈ – બહેન વિચાર્યા કરતાં વધું મદદ કરી શકે છે. આજે આપ પોતાના શોખના કાર્યોમાં સમય વિતાવી શકો છો. સ્વજનોને આજે આપ કોઈક પ્રકારે દુઃખી કરી શકો છો.

આજે કોઈ વ્યક્તિની સાથે પહેલી નજરનો પ્રેમ થઈ શકે છે. આજે મદીરાપાનને કારણે આપ કોઈની સાથે ઝગડો કરી શકો તેવી શક્યતા છે. આજે આપ મોબાઈલ કે ટીવીમાં વધુ સમય વ્યતિત કરી શકો છો. દિવસ મધ્યમ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *