- એક્સિસ બેન્ક, NMDC, હુડકો વગેરેમાંથી સરકારી હિસ્સો વેચીને 8369 કરોડ પ્રાપ્ત થયા.
- એર ઇન્ડિયા વેચીને સરકારને 18 હજાર કરોડ જેટલી રકમ પ્રાપ્ત થઈ.
- 1.75 લાખ કરોડના લક્ષ્ય સામે અત્યાર સુધીમાં 26,369 કરોડ જેટલા રૂપિયા પ્રાપ્ત થયા.
funrang. મોદી સરકારે આ નાણાંકિય વર્ષમાં ખાનગીકરણથી 1.75 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે, અત્યાર સુધીમાં એક્સિસ બેન્ક, NMDC, હુડકો વગેરેમાં પોતાનો હિસ્સ વેચીને માત્ર 8369 કરોડ રૂપિયા તેમજ તાજેતરમાં એર ઇન્ડિયા વેચીને લગભગ 18 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આ રીતે અત્યાર સુધીમાં લગભગ 26,369 કરોડ રૂપિયા એકઠા થઈ શક્યા છે. આ સ્થિતિમાં 1.75 લાખ કરોડ રૂપિયાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઘણી રકમ એકઠી કરવી પડે તેમ છે.
કેટલાંક મહિના પહેલા DIPAM સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, માર્ચ 2022 સુધી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)ના ખાનગીકરણની પ્રક્રિયા પૂરી થઈ જશે. આ ઉપરાંત સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, BEML, પવન હંસ અને નીલાંચલ ઇસ્પાત નિગમની ખાનગીકરણ પ્રક્રિયા પણ આ વર્ષમાં પૂરી કરવા ઇચ્છી રહી છે. આ તમામ કંપનીઓના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત બે PSU બેન્ક અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવનાર છે.
નિમ્ન કંપનીઓમાંથી હિસ્સો વેચીને કેન્દ્ર સરકાર ભરશે ખિસ્સું
LIC – કેન્દ્ર સરકાર ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્શોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી પોતાનો હિસ્સો વેચીને પૈસા કમાવવા માંગે છે. સરકાર એલ.આઈ.સી.નો આઈપીઓ લાવીને 1 લાખ કરોડ રૂપિયા સુધીની રકમ મેળવી શકે છે.
BPCL – ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનું સરકાર સંપૂર્ણ ખાનગીકરણ કરવા જઈ રહી છે. આ માટે ડિસેમ્બર સુધીમાં ફાઈનાન્શિયલ બીડ મંગાવવામાં આવી શકે છે. ભારત પેટ્રોલિયમમાં સરકારની 53 ટકા ભાગીદારી છે. જેની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા છે.
પવન હંસ – હેલીકોપ્ટર બનાવતી કંપની પવન હંસનું પ્રાઈવેટાઈઝેશન કરવાની યોજના છે. જેમાં હાલ સરકારની 51 ટકા ભાગીદારી છે અને 49 ટકા ભાગીદારી સરકારી તેલ અને ગેસ કંપની ONGCની છે. ONGCએ પણ પોતાનો ભાગ વેચવાનો નિર્ણય કર્યો છે.
નીલાંચલ ઇસ્પાત નિગમ – નીલાંચલ ઇસ્પાત નિગમ માટે સરકારને અનેક કંપનીઓના એક્સપ્રેશન ઓફ રિક્વેસ્ટ પ્રાપ્ત થયા છે. એનું પણ માર્ચ 2022 પહેલા ખાનગીકરણ કરવામાં આવશે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ – એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ હવે મોદી સરકારે એક અન્ય સરકારી કંપની સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના વેચાણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારને આ કંપનીના વેચાણ માટે ફાઇનાન્શિયલ બીડ મળી ચૂકી છે. નાણાં મંત્રાલયે આની જાણકારી આપી છે.
IDBI બેન્ક – કેબિનેટે આઈડીબીઆઈ બેન્કમાં વિનિવેશ અને મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે. આ બેન્કમાં કેન્દ્ર સરકાર અને એલઆઈસીનો કુલ 94 ટકા ભાગ છે. જેમાંથી એલઆઈસી 49.24 ટકા અને સરકાર 45.48 ટકાનો ભાગ ધરાવે છે. આ ઉપરાંત, 5.29 ટકાનો ભાગ અન્ય રોકાણકારોનો છે. નાણાં મંત્રીએ બજેટ દરમિયાન કહ્યું હતું કે, આઈડીબીઆઈ બેન્કના ખાનગીકરણની પ્રક્રિયા ચાલુ નાણાંકિય વર્ષમાં પૂરી થઈ જશે.
SCI – શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું પણ માર્ચ 2022 પહેલા ખાનગીકરણ કરવામાં આવશે. જેમાં સરકાર પોતાનો 63.75 ટકા ભાગ વેચી રહી છે. એમાં પણ અનેક કંપનીઓ રસ દાખવી રહી છે. જેમાંથી ત્રણ કંપનીઓના નામ ફાઈનલ કરી દેવાયા છે.
#Funrangnews #Information #technology