(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે સકારાત્મક અભિગમ રાખવાથી અનેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આજે ચિંતામુક્ત થઈને ખાસ મિત્રો અને પરીવારજનો સાથે સમય વિતાવી શકશો. આજે પૂરતો આરામ કરી શકો છો. જીવનસાથી સાથે મતભેદ ટાળવો.
આજે આપનું વ્યક્તિત્વ નિખરશે, લોકો આપની વાતોથી આકર્ષિત થઈ શકે. વેપાર – ધંધામાં નુકસાન થવાની શક્યતા છે. આજે આપ પોતાની ભૂતકાળની ભૂલો અંગે વિચાર કરી શકો છો. જીવનસાથી નકારાત્મક અભિગમ દાખવી શકે છે.
આજે આપ લોકોપયોગી કાર્યોમાં જોડાઈ શકો છો. અચાનક આવી ચડેલા મહેમાનને કારણે આપને આર્થિક લાભ થઈ શકે છે. આજે બીજાના કાર્યોમાં દખલ કરવાને કારણે હેરાનગતિ ભોગવવી પડી શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવી શકો.
આપનો સકારાત્મક અભિગમ આસપાસના લોકોને પ્રભાવિત કરી શકે છે. આજે રીયલ એસ્ટેટમાં રોકાણ ફાયદાકારક રહે. આજનો દિવસ પ્રેમ અને રોમાંસભર્યો રહેશે. આજે ઘરની છત અથવા તો ઉંચાઈવાળી જગ્યાએ બેસવાનું પસંદ કરશો.
આજે આપ આત્મવિશ્વાસસભર રહેશો. ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી. પરિવાર સાથે કોઈ સામાજીક ગતિવિધીમાં સામેલ થઈ શકો. ટીવી – મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે કોઈ જરૂરી કામ કરવાનું આજે ભુલી શકો છો. દિવસ ઉત્તમ રહેશે.
આજે આપ ખુલ્લા મનથી સારી બાબતોને સ્વિકારશો. આજે નાણાંનો વ્યય થવાની શક્યતા છે. જૂની વાતોને આજે વાગોળવી નહીં. જીવનસાથી આપની વિશેષ કાળજી લઈ શકે છે. આજે સ્વભાવમાં વ્યગ્રતા ટાળવી જરૂરી જણાય છે.
આજે આપ પોતાના અંગત મિત્રો સાથે પાર્ટીનું આયોજન કરી શકો છો. આપની કમ્યુનિકેશન સ્કિલ આજે ઉત્તમ પરિણામ આપશે. અણધાર્યા ખર્ચ કરવા પડી શકે છે. જીવનસાથી તરફથી આજે કોઈ ગિફ્ટ મળે તેવી શક્યતા છે.
આજે દિવાસ્વપ્ન જોવામાં ઘણો સમય વિતાવી શકો છો. આર્થિક સ્તર પર સુધારો થઈ શકે છે. ઘરમાં સાફ સફાઈ કરવાનું આજે મન થઈ શકે છે. આજે ભાગ્યનો સહકાર મળવાને કારણે દિવસ સારો પસાર થાય.
આજે શક્ય હોય એટલાં શાંત રહેવું જરૂરી. ઉતાવળમાં કોઈ કાર્ય કે રોકાણ કરવા નહીં. આજે માતા – પિતાની મદદથી મહત્વના નિર્ણય લઈ શકો છો. પ્રિયજનની નાની – મોટી ભૂલો અવગણવી જરૂરી. કામનું ભારણ રહી શકે છે.
આજે આપને આનંદ આપતાં કાર્યોમાં વધુ સમય પસાર કરી શકો છો. બાળકો આપના ઉદાર વર્તનનો ગેરલાભ ઉઠાવી શકે છે. વૈવિહીક જીવનમાં અસહજતા અનુભવી શકો છો. જીવનસાથી સાથે ચર્ચા કરી મન હળવું કરી શકશો.
આપનો ઉદાર સ્વભાવ આજે આનંદદાયક ક્ષણો લાવશે. અટકેલાં ધન બાબતે આજે ચિંતા અનુભવી શકો છો. મિત્રો કે પરિવારજનો સાથે આજે મતભેદ સર્જાય તેવી શક્યતા છે. આજે નકામાં કાર્યોમાં આપની ઉર્જા અને સમય બગડી શકે.
આજે વાંચનમાં સમય પસાર કરવો આપને ગમશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહેશે. મિત્રો અને પરિવારજનો સાથે વધુ સમય વિતી શકે છે. ઘરમાં આજે કોઈ પૂજા-પાઠનું આયોજન થાય. પિતા આજે એક મિત્રની જેમ વાત સાંભળશે.