(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે આપ કારણ વગર પોતાની જાતનો વાંક કાઢો તેવી શક્યતા. આજે આપ લોન પ્રાપ્ત કરી શખો છો. મિત્રો સાથે હરવા ફરવા જવાની યોજના છેલ્લી ઘડીએ ટળી શકે છે. જીવનસાથી સાથે આજે વાદ વિવાદ બને તેટલો ટાળવો.
આજે કોઈપણ પ્રકારની દવા લેતાં પહેલાં કે જાતે ઉપચાર કરતાં પહેલાં તબીબી સલાહ લેવી અનિવાર્ય છે. લાંબા સમયથી અટકેલા નાણાં આજે આપને પ્રાપ્ત થઈ શકે છે. પ્રિયજનનો મીજાજ આજે ઉશ્કેરાટ ભર્યો અનુભવી શકો.
આજે પોતાની પરિસ્થિતિ અંગે ચિંતિત રહી શકો છો. મન મગજ પર અસંતોષ છવાયેલો રહી શકે છે. નાણાંકીય બાબતોમાં મધ્યમ દિવસ રહેશે. લાગણી પર નિયંત્રણ નહીં રાખો તો કોઈ સંબંધમાં ખટાશ આવી શકે છે.
આજે આપનાં ઉગ્ર સ્વભાવને કારણે શત્રુઓમાં વધારો કરી શકે છે. કોઈ અંગત મિત્રના સહકારથી વેપાર – ધંધામાં લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. જીવનસાથીના કોઈ વાણી વર્તનને કારણે આપની પ્રતિષ્ઠા પર આંચ આવી શકે છે.
આજે દિવસની શરૂઆત નાણાંકીય હાનીથી થાય તેવી શક્યતા જણાય છે. મિત્રો સાથે હરવા ફરવા જવાનું હિતકર રહી શકે છે. આજે આપે ઘણી બાબતોમાં નેતૃત્વ ધારણ કરવું પડી શકે છે. આજે એકાંતમાં સમય વિતાવવો ગમી શકે છે.
આજે તન – મનથી થાક અને આળસનો અનુભવ કરી શકો છો. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણ આપને લાભ પ્રાપ્ત કરાવી શકે છે. આજે પ્રિયજન સાથે કોઈ કટુ વાત કરવી નહીં. જીવનસાથી સાથે નાની વાતે કચકચ થાય તેવી શક્યતા છે.
આજે આપે આરામ કરવો જરૂરી જણાય છે. ઘણાં સમયથી અટકેલું કોઈ કાર્ય આજે પૂર્ણ થવાની શક્યતા છે. વાતોના વડાં કરનારા લોકોથી આજે દૂર રહેવું. જીવનસાથી સાથે આજનો દિવસ ખૂબ આનંદદાયક રીતે પસાર થાય તેવી ગ્રહસ્થિતિ.
આજે આપ પોતાના માટે સમય કાઢી શકશો. કોઈ રચનાત્મક કાર્યમાં પરોવાયેલા રહી શકો છો. કોઈ સ્વજન તરફથી ભેટ સોગાદ પ્રાપ્ત થાય. મિત્રો સાથે જૂના દિવસો યાદ કરી શકો છો. જીવનસાથી આજે આપનું અડધું તન – મન બનશે.
આજે દોડધામ કરવાને કારણે મન ખિન્ન રહી શકે છે. આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. આપની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ. કોઈ કામ અટકવાથી સાંજે સમયનો વેડફાટ થવાની શક્યતા છે. જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો.
આજે માનસિક ભારમાંથી રાહત પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો સહારો લઈ શકો છો. વડીલો તરફથી નાણાંની બચત અંગે કોઈ સલાહ મળી શકે છે. જીવનસાથી સાથે આજે ઘરના કામ બાબતે રકઝક થવાની શક્યતા.
આજનો દિવસ આપના માટે કઠીનાઈ ભર્યો રહી શકે છે. મોટાભાગના કામોમાં અસફળતા પ્રાપ્ત થાય તેવી શક્યતા. મિત્રો – પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. જીવનસાથી તરફથી આજે કોઈ વિશેષ ભેટ પ્રાપ્ત થાય તેવી શક્યતા.
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક દ્રષ્ટિએ મિશ્ર દિવસ રહેશે. કોઈ જૂની ઓળખીતી વ્યક્તિને કારણે આજે હેરાન થઈ શકવું પડે છે. પ્રિયજનને પર્યાપ્ત સમય નહીં આપી શકો. આજે ખોટું બોલવાને કારણે નુકસાન થઈ શકે છે.