(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે જીવનસાથી સાથે નાણાંકીય બાબતો અંગે ઝગડો થવાની શક્યતા છે. સામાજીક ઉત્સવમાં હાજરી આપી શકો છો. આજે પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો. વાતચિતમાં વિવાદીત મુદ્દાઓની ચર્ચા કરવાનું ટાળવું જરૂરી.

? વૃષભ (બ,વ,ઉ) ?

આજે મનમાં નકારાત્મક વિચારો છવાયેલા રહી શકે છે. આધ્યાત્મિકતા અપનાવી શાંતિ પ્રાપ્ત કરી શકશો. મનોરંજનની બાબતોમાં જરૂર કરતાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. મિત્રો સાથે આજે સાંજે હરવા ફરવા જવાનું આયોજન થઈ શકે.

? મિથુન (ક,,ધ) ?

આપની ઇચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ પર ડર છવાયેલો રહી શકે છે. આજે કામકાજમાં સરળતા રહેશે. આજે ઘરમાં કોઈ આગંતુક મહેમાન પધારી શકે છે. વૈવાહીક જીવનમાં આનંદ છવાયેલો રહેશે. કોઈ જૂની વાતે ભાવુક થઈ શકો છો.

? કર્ક (ડ,હ) ?

આજે દિવાસ્વપ્ન જોવામાં સમય બગડી શકે છે. કોઈ ચીજવસ્તુની ચોરી થાય તેવી શક્યતા હોવાથી વિશેષ ધ્યાન રાખજો. આજે કોઈ મોટી વ્યવસાયિક લેવડ દેવડ થઈ શકે છે. જીવનસાથી સાથે દિવસ સારી રીતે વિતશે.

? સિંહ (મ,ટ) ?

આજે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી. આજે ઉર્જા સભર રહેશો શક્ય છે કે અચાનક કોઈ કામમાં નફો પ્રાપ્ત થાય. કોઈ ધાર્મિક સ્થળ કે સંબંધીને ત્યાં જવાની શક્યતા. જીવનસાથી સાથે આજે કોઈવાતે તણાવ ઉત્પન્ન થઈ શકે.

? કન્યા (પ,,ણ) ?

આજે શારીરિક રીતે નબળાઈ અનુભવી શકો છો. વિદેશ રહેતા કોઈ સંબંધી તરફથી ભેટ સોગાદ મળી શકે છે. કામકાજની દ્રષ્ટિએ આજે શાંતિ રહેશે. આજે એકાંતમાં સમય વિતાવવાનું આપને પસંદ પડી શકે. આજે ખોટી ચર્ચામાં પડવું નહીં.

? તુલા (ર,ત) ?

આજે ડર, શંકા અને લાલચ જેવી નકારાત્મક ભાવનાઓને ત્યજશો. આજે આર્થિક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. દૂર રહેતા સંબંધી તરફથી આકસ્મિક શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વૈવાહિક જીવનમાં સુખમય વાતાવરણ રહેશે.

? વૃશ્ચિક (ન,ય) ?

આપનો ઉદાર સ્વભાવ આજે આપના માટે વરદાનરૂપ સાબિત થાય. માતા – પિતાની મદદથી આપ આર્થિક તંગીમાંથી બહાર નિકળી શકશો. આજનો દિવસ વ્યસ્તતાભર્યો રહેશે. જીવનસાથીનું સ્મિત આપના માટે રાહતદાયક રહેશે.

? ધન (ભ,,,ધ) ?

આજે આર્થિક તંગીથી બચવા માટે નક્કી બજેટ કરતાં વધુ ખર્ચ કરવો નહીં. નવી બાબતો શિખવા માટે આપનામાં ઉત્સુકતા રહેશે. સાંજના સમયે કોઈ સંબંધના કારણે આપનો પ્લાન બગડી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા.

? મકર (ખ,જ) ?

આપને આનંદ આપે તેવી પ્રવૃત્તિઓમાં સંલગ્ન થઈ શકશો. આજે રોકાણ કરવાનું ટાળવું. પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેશે. સહકર્મીઓ તરફથી કોઈ ઉપયોગી સલાહ પ્રાપ્ત થાય. ઘરમાં વાતાવરણ સુખમય રહેશે.

? કુંભ (ગ,,,સ) ?

આજે શારીરિક થાકને કારણે હેરાન થઈ શકો છો. મનમાં નિરાશાજનક વિચારો છવાયેલા રહી શકે છે. ઘરના નાનાં સભ્યો સાથે ખરીદી કરવા જવાનું થઈ શકે છે. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ વિશેષ રહેશે. એકંદરે શુભ દિવસ.

? મીન (દ,,,થ) ?

આજે કોઈ મહત્વનો નિર્ણય લેવો પડવાને કારણે તણાવ અનુભવી શકો છો. સટ્ટામાં આજે નુકસાન પ્રાપ્ત થઈ શકે છે. આજે પ્રિયજન સાથે થોડી ઘણી રકઝક થઈ શકે છે. જીવનસાથી સાથે પારીવારીક વિવાદોની ચર્ચા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *