(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,લ,ઈ) ?

આજે આપનો સ્વભાવ જીદ્દી રહેવાને કારણે આપની આસપાસનો માહોલ તણાવ ગ્રસ્ત રહી શકે છે. નાણાંનો ખોટો વ્યય થાય તેવી પૂરી શક્યતા. આજે કરવા જેવા કામોને ટાળશો તો એ ક્યારેય પૂરા નહીં થાય.

? વૃષભ (બ,વ,ઉ) ?

આજે આપ પોતાને મનગમતી પ્રવૃત્તિમાં સંલગ્ન રહીને આનંદ પ્રાપ્ત કરી શકશો. ઘરના કોઈ સભ્યના વ્યવહારને કારણે વ્યથિત રહી શકો છો. નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ શુભ રહેશે.

? મિથુન (ક,છ,ધ) ?

આજે આપના સ્વાસ્થ્યને લગતી બાબતોમાં સુધારો લાવવા માટે પર્યાપ્ત સમય પ્રાપ્ત થશે. આર્થિક લાભ થાય તેવી શક્યતા જણાય છે. આજે એકાંતમાં સમય વિતાવવો આપને પસંદ પડશે.

? કર્ક (ડ,હ) ?

આજે આપ કોઈ જ્યોતિષિય સલાહ મેળવવાનો પ્રયાસ કરશો. આજે કાર્યક્ષેત્રમાં આપના કામકાજની પ્રશંસા થશે. જીવનસાથી આજે આપના માટે દુઃખદર્દ નિવારક સાબિત થઈ શકે છે.

? સિંહ (મ,ટ) ?

આજે કામકાજમાં ઉપરી અધિકારીઓ આપના પર હાવી રહેવાને કારણે એકાગ્રતા ભંગ થઈ શકે છે. માતૃપક્ષ તરફથી લાભ પ્રાપ્ત થાય. જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે.

? કન્યા (પ,ઠ,ણ) ?

આજે કમર અને ગળામાં દુઃખાવો હેરાન કરી શકે છે. આજના દિવસે આપે આરામ કરવો જરૂરી. સાંજના સમયે ધન લાભ થાય તેવી શક્યતા. વિદેશના સંપર્કો આપના માટે હિતાવહ પરિણામ લાવી શકે છે.

? તુલા (ર,ત) ?

આજે આપ આશાની જાદુઈ દુનિયામાં વિહાર કરશો. એવા લોકો સાથે સમય વિતાવો જે ભવિષ્યની ગણના યોગ્ય રીતે કરી શકે છે. આજે આકસ્મિક તણાવ ભરી યાત્રા કરવી પડે તેવી શક્યતા છે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે નાણાંકિય બાબતો પર પૂરી દ્રષ્ટિ રાખવી જરૂરી છે. આજે નવો રોમાંસ મન મગજ પર છવાયેલો રહી શકે છે. આજે જરૂર કરતાં અધિક બોલવાને કારણે આપની છબી ખરડાઈ શકે છે. જીવનસાથી ખુશ કરશે.

? ધન (ભ,ફ,ઢ,ધ) ?

આજે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ પ્રવાસ આપના માટે તણાવપૂર્ણ રહી શકે છે. આજે ધન હાનિ થવાની શક્યતાઓ જણાય છે. પ્રિયજનોની નાની – મોટી બાબતોને માફ કરશો તો આનંદ છવાયેલો રહેશે.

? મકર (ખ,જ) ?

આજે જીવનસાથી સાથે નાણાંકિય બાબતે ઝગડો થવાની શક્યતા જણાય છે. પોતાના નિર્ણય સંતાનો પર થોપવાનું આજે ટાળવું જરૂરી. જીવનસાથી સાથે આજે સારો એવો સમય વિતાવી શકશો.

? કુંભ (ગ,શ,ષ,સ) ?

આજે મિત્રો અથવા પરિવારજનો સાથે સુખદ યાત્રા પ્રવાસ પર જઈ શકો છો. રિયલ એસ્ટેટમાં રોકાણ ખૂબ જ વિચારીને કરવું જરૂરી. સાંજના સમયે જીવનસાથી સાથે ફિલ્મ જોવા કે હરવા ફરવા જઈ શકશો.

? મીન (દ,ચ,ઝ,થ) ?

આજે આપનો હકારાત્મક અભિગમ પ્રશંસાને પાત્ર બનશે. રોકાણ કરવા માટે સારો દિવસ રહેશે. પરિવારજનો આપનું સારું એવું ધ્યાન રાખશે. આજે જીવનસાથી પ્રેમ અને ઉર્જાથી ભરપૂર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *