(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે આપ પોતાના માટે પૂરતો સમય કાઢી શકશો. ઉધારી ચૂકવવામાં આપને આજે મુસીબતનો સામનો કરવી પડે તેવી શક્યતા. મહત્વની વ્યક્તિ સાથે વાતચિત કરતી વખતે આંખ – કાન ખુલ્લા રાખવા જરૂરી.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપને અચાનક નવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થાય. આજે નવા મિત્રો બંધાઈ શકે છે. આપના પ્રેમ પ્રસંગ બાબતે લોકો સાથે વાત કરવાનું ટાળવું જરૂરી. આજે આપ જીવનસાથીના મનની વાત જાણવાનો પ્રયાસ કરશો.

? મિથુન (ક,,ધ) ?

આજે આપનો સારો એવો સમય ધાર્મિક કાર્યોમાં વ્યતિત થઈ શકે છે. સ્વજનો સાથેની ગેરસમજ દૂર થાય તેવી શક્યતા. કાર્યક્ષેત્રમાં આજે આપને લાભ થાય. જીવનસાથીનું અસંવેદનશીલ વર્તન દુઃખી કરી શકે છે.

? કર્ક (ડ,હ) ?

આજે આપ ઉર્જાથી તરબતર રહેશો. જમીન કે રિયલ એસ્ટેટ સંબંધી વેચાણ કરવા ઇચ્છુક જાતકને ખરીદાર મળી રહે. સેમિનાર કે સંગોષ્ઠીમાં ભાગ લઈ નવા વિચાર પ્રાપ્ત કરશો. જીવનસાથી સાથે સારો દિવસ વિતે.

? સિંહ (મ,ટ) ?

આજે આપના વિનમ્ર સ્વભાવની પ્રશંસા થાય. ભવિષ્યની ચિંતા કરી નાણાંની બચત કરવાનું શરૂ કરશો. આજે કાર્યક્ષેત્રમાં બોલવું જરૂરી ના હોય તો મૌન પાળવું. કોઈ નાની બાબતે જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

? કન્યા (પ,,ણ) ?

આજે સંતુષ્ટ જીવન જીવવા માટે માનસિક દ્રઢતા કેળવવી જરૂરી. આપનું ધન ધાર્મિક કાર્યોમાં વપરાઈ શકે છે. પરિવારજનો સાથે ફૂરસદનો સમય વિતાવી શકશો. જીવનસાથી આજે આપની ખામીઓ સમજાવી શકે છે.

? તુલા (ર,ત) ?

આજે પડવા વાગવાથી સાચવવું. આજે આત્મ વિશ્વાસ ડગુમગુ થાય તેવી શક્યતા. ભાગીદારીની તકો સર્જાય જોકે, વિચારપૂર્વક આગળ ધપવું. મિત્રો આપના વ્યવહારથી દુઃખી થઈ શકે છે. કામ વગર બોલવાનું ટાળો.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે માતા – પિતાની સલાહ લઈને કાર્ય કરવાથી લાભ પ્રાપ્ત થાય. પરિવારજનો સાથે હરવા ફરવા જવાના યોગ સર્જાય. આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે. જીવનસાથી આપની વિશેષ પ્રશંસા કરે તેવી શક્યતા.

? ધન (ભ,,,ધ) ?

આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખવી. સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે. ચીજવસ્તુઓની વિશેષ કાળજી રાખવી. વેપાર ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થવાની પૂરી શક્યતા. જીવનસાથી સાથે આનંદમય સમય વિતે.

? મકર (ખ,જ) ?

આજે કોઈપણ નિર્ણય લેતી વખતે આસપાસના લોકોની ભાવનાનો વિચાર કરવો જરૂરી. જૂના મિત્રો મદદગાર સાબિત થશે. પ્રેમમાં દુઃખ સહન કરવું પડી શકે છે. જીવનસાથીની મદદથી મુશ્કેલીમાંથી રસ્તો મેળવી શકશો.

? કુંભ (ગ,,,સ) ?

આજે આપ પોતાના મનપસંદ કાર્ય માટે સમય કાઢી શકશો. માતા – પિતા આજે આપને ખોટા ખર્ચા બાબતે ટોકી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ વ્યક્તિ આપને હેરાન કરી શકે છે. સાંજનો સમય પરિવારજનો સાથે વિતે.

? મીન (દ,,,થ) ?

આજે કોઈ નજીકના સંબંધી ઘરે પધારી શકે છે. ખાસ મિત્ર અથવા ભાગીદાર આપનાથી આજે નારાજ થઈ શકે છે. આજે જીવનસાથી આપના મન પ્રમાણે કાર્ય ના કરે તો કંકાસ કરવાનું ટાળવું હિતાવહ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *